તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:સગીરાને દુ:ખાવો થતાં દવાખાને લઇ ગયા ને બાળકીનો જન્મ થયો

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગર્ભવતી બનાવનાર પરનાળાના યુવાન સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગરમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને મંગળવારે રાતના સમયે અચાનક પેટમાં દુ:ખાવો થતા દવાખાને લઇ જવાઇ હતી. જયાં થોડી જ વારમાં બાળકીનો જન્મ થયો હતો. પુત્રી ગર્ભવતી હોવાની બાબતથી અજાણ પિતાએ આ અંગે લીંબડી તાલુકાના પરનાળાના યુવાન સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગરના છેવાડાના વિસ્તારમાં રહેતો પરિવાર મંગળવારે રાતના સમયે ઘરે સુતો હતો. ત્યારે સગીર વયની પુત્રીને રાત્રે 1-30 વાગ્યે અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા તેને તાત્કાલીક દવાખાને લઇ જવાઇ હતી. જયાં ડોકટર તપાસ કરતા હતા તે દરમિયાન જ સગીરાએ બાળકીને જન્મ આપી દીધો હતો. દિકરી ગર્ભવતી હોવાની બાબતથી અજાણ માતા-પિતાને બનાવની જાણ થતા આભ ફાટી પડયુ હતુ.

દિકરીની પૂછપરછ કરતા લોકડાઉનના સમય દરમિયાન તે મામાના ગામ પરનાળા ગઇ હતી. ત્યારે અનિલ ઝાંપડીયા નામના યુવક સાથે આંખ મળી જતા પ્રણય અંકુરો ફૂટયા હતા. જેમાં બન્નેએ શરીર સબંધ બાંધ્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. બનાવની સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા યુનીટના પીએસઆઇ પી.આર.સોનારા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો