સુરેન્દ્રનગર ગોકુલ હોટલ પાસે બ્રિજ નીચે ઝુપડામાંથી ગઇ તા.10/03/2022 સાંજના 6 વાગ્યા પછી આરોપી અભિનય નાગેન્દ્ર ભગતે સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગયો હતો. જે અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંગે સુરેન્દ્રનગર સીટી બી ડીવી પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતો.
બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી
આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેદી દ્વારા એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી, ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી ખાસ ઝુંબેશ હાથ ધરી આરોપીના રહેણાક સરનામે તથા મળી આવવાના સંભવિત આશ્રયસ્થાનોએ તપાસ કરવામા આવતા, હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ ટીમને ચોકકસ હકીક્ત મળી હતી કે, આ કામનો આરોપી ભોગ બનનાર સાથે લોમાગામ ગાપપાટ પો.સ્ટે જી,મુજપુર બિહાર ખાતે રહે છે.
જે અન્વયે પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેદીએ એસ.પી.ઝાલા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લોસ્કોડ, સુરેન્દ્રનગર તથા એ.એચ.ટી.યુ.ની ટીમ બનાવી તપાસમાં મોકલતા તપાસ ટીમ દ્વારા બિહારના મુઝફપુર જિલ્લાના જોમગામ ખાતે તપાસ હાથ ધરી ભોગ બનનારી સગીરાને શોધી કાઢી સુરેન્દ્રનગર ખાતે લાવી સી.પી.આઇ. સુરેન્દ્રનગરનાઓને આગળની કાર્યવાહી અર્થે સોપી આપી છે.
કામગીરી કરનારા પોલીસ અધિકારી/કર્મચારી એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા તથા એસપી ઝાલા તથા એ.એસ આઇ. ઋતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ કોન્સ. અશ્વિનભાઇ ઠારણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા મહિલા પોલીસ કોન્સ. વંદનાબેન ખનજીભાઇની ટીમ દ્વારા સગીરાને ભગાડી છેલ્લા દશેક માસથી અપહરણ થનારી સગીરાને શોધી કાઢવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.