ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે રાજ્યના અગરિયાઓ માટેની સોલારપંપ સહાય યોજના અંગે પ્રશ્ન પૂછાયો હતો.જેના જવાબ આપતા મીઠા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં 2017થી અત્યાર સુધી કુલ 5,496 અરજીઓ માંથી 3915 કુટુંબોને રૂ.94.12 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે બાકીની અરજીઓ પૈકી 252 અરજીઓને મંજૂરી આપી છે.1329 અરજીઓ પૂર્તતા હેઠળ જેના આ વર્ષના બજેટમાં રૂ. 11 કરોડની જોગવાઇ કરાઇ છે.
જ્યારે પુછાયેલા અન્ય પેટા પ્રશ્નના જવાબમાં આ યોજનાથી અગરિયાઓના શારીરિક શ્રમમાં અને પારંપરિક ઇંધણથી ચાલતા પંપ બંધ થતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો તથા કુટુંબદીઠ વાર્ષિક અંદાજે રૂપિયા બે લાખના ડિઝલની બચત થઇ છે.જ્યારે મીઠાના ઉત્પાદન બાદ આડ પેદાશ સ્વરૂપે નીકળતા પાણીમાંથી મેગ્નેશિયમ ક્લોરાઈડ, સોડીયમ બાયકાર્બોનેટ, બ્રોમીન જેવા મીનરલ બનતા હોવાથી અગરિયાઓ હવે બીટર્નનું પણ વેચાણ કરીને પૂરક આવક મેળવે છે.
જ્યારે તેમને મોબાઇલ મેડીકલ વાન, દવાવિનામુલ્યે વિતરણ, ટેન્કરથી વિનામલ્યે પીવા પાણી, આંગણવાડી, રક્ષણાત્મક કિટ, તથા અગરીયાના 6 થી 14 વર્ષના બાળકો માટે 19 રેસીડેન્સીયલ હોસ્ટેલ બનાવા્યાનું તથા 48 અદ્યતન સ્કુલ ઓન વ્હિલ બસો શિક્ષણ માટે અપાયાનું જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.