તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુર્હૂત:વઢવાણમાં રૂ. 50 લાખના ખર્ચે ગટર, CC રોડનાં કામ શરૂ

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામમોલ મંદિર-વિશ્વકર્મા સોસાયટીમાં સીસી રોડ બનશે
  • વોર્ડ નં. 11માં વરસાદી પાણીના નિકાલની ગટરો નંખાશે

વઢવાણ શહેરના 3 વિસ્તારોમાં રૂ. 50 લાખથી વધુના કામોના ખાતમુર્હૂત કરાયા હતા. જેમાં ધોળીપોળ રામમોલ મંદિર, લીંબડી રોડ વિશ્વકર્મા સોસાયટીમાં સીસી રોડ તેમજ વોર્ડ નં. 11ની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની ગટરો નાંખવામાં આવશે.

વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ-દૂધરેજ સંયુક્ત નગરપાલિકાના ચીફઓફિસર સંજયભાઇ પંડયા, એન્જિનિયર કે.જી.હેરમા, એન્જિનિયર જયેશભાઇ સોલંકીની સૂચનાથી કાર્યવાહી કરાઈ હતી. જેમાં વઢવાણ ધોળીપોળ રામમોલ મંદિર તેમજ લીંબડી રોડ વિશ્વકર્મા સોસયાટીમાં રૂ. 25 લાખના ખર્ચે કામગીરી કરવાનું ખાતમુર્હૂત કરાયા હતા. જ્યારે વોર્ડ નં. 11 ગણપતિ ફાટસર વિસ્તાર રવી પાર્કમાં વઢવાણ પાણીના નિકાલ માટે ગટર લાઈન નાંખવા માટે રૂ. 18 લાખ ખર્ચ સહિત 3 સ્થળોએ અંદાજે રૂ. 50 લાખના કામોનું ખાતમુર્હૂત કરાયું હતુ. આ પ્રસંગે પાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન બહાદુરસિંહ સોલંકી, સેનિટેશન વિભાગના ચેરમેન હંસાબેન હરિલાલ સોલંકી, વોર્ડના સદસ્ય પંકજભાઈ પરમાર, સ્મિતાબેન રાવલ, જગદીશભાઈ પરમાર, પી.ડી.રાઠોડ, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...