તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતના સોદાગર:મોરબીમાંથી રૂ. 2.73 કરોડના નકલી રેમડેસિવિર ઈન્જેક્શન સાથે રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, મોરબીથી સુરત સુધી તપાસનો દૌર

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
મોરબીમાંથી રૂ. 2.73 કરોડના નકલી રેમડેસિવર ઈન્જેક્શન સાથે રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ
  • મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપ્યું
  • એકાદ કરોડ જેવી રોકડ પણ જપ્ત કરાઇ
  • મોરબીના રાહુલ કોટેચા અને રાજ હિરાણીને ઝડપી પોલીસ
  • અમદાવાદ અને સુરત કૌભાંડના મૂળ સુધી પહોંચી
  • કુલ 11 જેટલા શખ્સો પોલીસના સકંજામાં

મોરબી એલસીબીએ રાજ્યવ્યાપી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરી મોરબી, અમદાવાદ અને સુરતના 7 શખ્સની ધરપકડ કરી 1.61 કરોડની કિંમતના 3,371 નકલી ઇન્જેક્શન તેમજ 90.27 લાખ રોકડા અને નકલી મુદ્દામાલ તેમજ એક ઇનોવા કાર જપ્ત કરી છે. બે શખ્સ ભાગી છૂટ્યા છે, તેને પકડવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે ગ્લુકોઝ અને મીઠાંનું મિશ્રણ કરી મુંબઇથી ખાલી બોટલો મગાવી, વાપીમાં રેમડેસિવિરના નકલી સ્ટિકર છપાવી, તેમાં 33 ગ્રામ માલ ભરી દેવામાં આવતો હતો અને સૌરાષ્ટ્ર ગુજરાતના શહેરોમાં તેની સપ્લાય કરવામાં આવતી હતી. મોરબીના બે શખ્સ કમિશનના આધારે જ્યારે અમદાવાદના જુહાપુરામાં રહેતા બે શખ્સ (સાળો, બનેવી) ગરજ મુજબ 2,500થી 5,200 રૂપિયા વસૂલતા હતા. મૂળ સૂત્રધાર સુરેન્દ્રનગર પંથકનો છે. તેને એક સાગરિત સાથે મળીને સુરત નજીક પીંજરાત ગામમાં આવેલા એક ફાર્મહાઉસમાં ફેકટરી શરૂ કરી દઈ તેમાં નકલી ઈન્જેકશન બનાવવાનું શરુ કર્યું હતું.

નકલી રેમડેસિવર ઈન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી
આ નકલી ઇન્જેક્શન તે અમદાવાદ જુહાપુરામાંથી મહમદ આશીમ ઉર્ફે મહમદ આશીફ મહમદ અબ્બાસભાઇ પટણી (રહે. અમદાવાદ) અને રમીઝમાઇ સૈયદહોન કાદરી (રહે જુહાપુરા વેજલપુર રોડ શરીફાબાદ સૌસાયટી) નામના બે આરોપીને 1170 નંગ નકલી રેમડેસિવર ઈન્જેક્શન અને રોકડા રૂપિયા 17.37 લાખ સાથે મોરબી પોલીસની ટીમે દબોચી લઈ આ ઇન્જેક્શન ક્યાંથી લાવતા હતા તે અંગે માહિતી ઓકાવી કૌભાંડના મૂળ અને જ્યા રેમડેસિવિર ઈન્જેક્શનન બનાવવામાં આવતા હતા તે સુરતના પિંજરાદ ગામે ગઈકાલે રાત્રે જ દરોડો પાડી નકલી રેમડેસિવિર ઈન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી.

જરૂરિયાત લોકોને પાંચ હજારમાં વેચતા હતા
વધુમા જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે, કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઈન્જેક્શનન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો 2500 રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા. જેને મોરબી અને અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી પાંચ હજાર કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા.

74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા
આ દરમિયાન મોરબી પોલીસે સુરત નજીક આવેલા પિંજરાદ ગામે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પડતા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાનો મુખ્ય ભેજાબાજ આરોપી કૌશલ મહેન્દ્રભાઇ વોરા, (રહે. સુરત, અડાજણ) અને પુનિત ગુણવંતલાલ શાહ, (રહે. મુંબઇ) વાળા ઝડપાઇ ગયા હતા અને પોલીસે નકલી ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરીમાંથી 160 નંગ નકલી રેમડેસિવિર ઈન્જેક્શન, 63 હજાર જેટલી ખાલી બોટલ ઉપરાંત 30 હજાર જેટલા નકલી સ્ટીકર સાથે રોકડ રકમ રૂપિયા 74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા અને હજુ પણ આ અંગેની કાર્યવાહી ચાલુ હોવાનું અને અત્યાર સુધીમાં કુલ 11 આરોપીને ગિરફ્તમાં લેવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અમદાવાદ ખાતે મુખ્ય આરોપી કૌશાલ દ્વારા મોકલવામાં આવનાર ડુપ્લેકેટ રેમડેસિવિર ઈન્જેક્શનના જથ્થાની તપાસમાં રહેલી ટીમને વોચ દરમિયાન ભાડાની ટાવેરા કારમાં સીરાજમાન ઉર્ફે રાજુ પઠાણ વાળો રૂ. 96 લાખનો જથ્થો રાખી કાર મુકી નાશી ગયેલો હોવાથી આ અંગેની રેઇડની કાર્યવાહી ચાલુ છે. તેમજ ઉપરોકત રેડ અંગે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં ગુનો રજી. થયેલો હોવાથી જે ગુનાની તપાસ જે.એમ.આલ પો.ઇન્સ. એસ.ઓ.જી.મોરબી ચલાવી રહ્યા છે. હજુ આ કૌભાંડમાં સૌરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ (રહે, કતારગામ સુરત) અને કલ્પેશકુમાર મોહનભાઇ પ્રજાપતી (રહે. ભરૂચ મચ્છીવાડ) વાળા પકડવાના બાકી છે.

કુલ એક કરોડ, 61 લાખ, 80 હજાર 800 રુપિયાનો મુદ્દામાલ જપ્ત
આ રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી મોરબી પોલીસે કુલ એક કરોડ, 61 લાખ, 80 હજાર 800 રુપિયાના ઇન્જેકશન વેચાણના રોકડા રૂ.90 લાખ 27 હજાર 500, મોબાઇલ નંગ-નવ કી.રૂ.એક લાખ 50 હજાર, ખાલી શીશીઓ (વાયલ) એક લાખ 43 હજાર,138 કી.રૂ. સાત લાખ 57 હજાર 656, શીશીઓને મારવાના બુચ રૂ એક લાખ 14 હજાર, એપલ કંપનીનું લેપટોપ નં-એક કી.રૂ. એક લાખ 75 હજાર, સાત ગ્લુકોઝ પાવડર બેગ નંગ-40 કી.રૂ.આઠ હજાર, ઇનોવા કાર કી.રૂ. આઠ લાખ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી મુજબ ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસની આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ વાંકાનેર આર.પી.જાડેજા,એલ.સી.બી.મોરબીના ASI રજનીકાંત કૈલા સંજયભાઇ પટેલ, સંજયમાઇ મૈયડ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, મયુરસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, ચંદ્રકાંતભાઇ વામજા દારાસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, નંદલાલ વરમોરા, ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ કુંગસીયા તથા અશોકસિંહ ચુડાસમા વગેરેએ કરી હતી.મોરબી પોલીસની સફળ કામગીરીમાં અમદાવાદ અને સુરત પોલીસનો પણ સહયોગ મળ્યો હતો.

શંકાના આધારે મોરબી પોલીસે પાડ્યો દરોડો
મોરબી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજા અને પીએસઆઇ આર.પી.જાડેજાને માહિતી મળી હતી કે, મોરબીના બે શખ્સ રાહુલ અશ્વિન કોટેચા અને રવિરાજ ઉર્ફે રાજ મનોજ હિરાણી રેમડેસિવિર વેચે છે અને આ ઇન્જેક્શનથી કોરોનાના દર્દીને કોઇ અસર થતી નથી આથી મોરબીમાં શિવશક્તિ ચેમ્બર પાછળ આવેલા ઓમ એન્ટિક ઝોન નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી ઉપરોક્ત બન્નેને ઝડપી લઇ તેમની પાસેથી 1.96 લાખની કિંમતના 41 રેમડેસિવિર અને 2.15 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.

મોરબીના શખ્સો અમદાવાદથી નકલી રેમડેસિવિર લઇ આવતા હતા
મોરબીમાંથી પકડાયેલા આરોપીઓએ એવી કબૂલાત આપી હતી કે, અમદાવાદના જુહાપુરામાં રહેતા મોહમ્મદ આસીમ ઉર્ફે આસિફ તથા રમીઝ કાદરી પાસેથી રેમડેસિવિર લઇ આવે છે. આથી મોરબી પોલીસે જુહાપુરામાં દરોડો પાડીને સાળો બનેવી મોહમ્મદ આસીમ ઉર્ફે આસિફ અને રમીઝ કાદરીને ઝડપી લઇ તેમની પાસેથી 56.16 લાખની કિંમતના 1170 રેમડેસિવિર અને અગાઉ જે ઇન્જેક્શન વેચ્યા હતા તેના 17,37,700 રૂપિયા જપ્ત કરાયા હતા.

સુરત નજીક આવેલા પીંજરત ગામના ફાર્મહાઉસમાં ફેક્ટરી ધમધમતી હોવાની પોલીસને મળી માહિતી
મોરબી પોલીસની તપાસ જેમ જેમ આગળ ધપી રહી હતી તેમ તેમ અનેકવિધ માહિતી બહાર આવી રહી હતી. અમદાવાદના સાળા બનેવીએ કબૂલાત આપી હતી કે, મૂળ સુરેન્દ્રનગરના અને સુરતના અડાજણમાં રહેતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા અને તેના ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહે પીંજરત ગામમાં નકલી રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી ચાલુ કરી છે અને ત્યાંથી જ ઇન્જેક્શન લઇ આવવામાં આવે છે. આથી મોરબી એલસીબીની ટીમ પીંજરતમાં આવેલા ફાર્મહાઉસમાં ત્રાટકી હતી અને કૌશલ વોરા, પુનિત શાહ અને ફેક્ટરીમાં કામ કરતા અન્ય પાંચ શખ્સની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ફાર્મહાઉસમાંથી 7.68 લાખની કિંમતના 160 નકલી રેમડેસિવિર અને 74.70 લાખ જપ્ત કર્યા હતા.

બે શખ્સ ભાગી છૂટ્યા, ચલણી નોટ ગણવા મશીન પણ વસાવી લીધું
સિરાજખાન ઉર્ફે રાજુ મુશીરખાન પઠાણ (રહે.સુરત) અમદાવાદના સાળા બનેવીને 2,000 નંગ નકલી રેમડેસિવિરની સપ્લાય કરવા માટે આવ્યો હતો. જોકે પોલીસની ટીમ પહોંચે તે પહેલાં જ સિરાજખાન ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત કલ્પેશ પ્રજાપતિ (રહે. ભરૂચ)ની પણ સપ્લાયર તરીકે સંડોવણી બહાર આવી છે. અમદાવાદમાં રહેતા સાળા બનેવી મોહમ્મદઆસીમ અને રમીઝે રૂપિયા ગણવા માટે મશીન પણ વસાવી લીધું હતું અને બે દિવસ પહેલાં જ રૂપિયા 50 લાખનું આંગડિયું પણ કર્યું હતું. આ બન્ને તગડો નફો લઇને નકલી રેમડેસિવિર વેચતા હતા. હાલના તબક્કે તમામ આરોપીઓએ 6,000થી વધુ નકલી રેમડેસિવિર વેચ્યા હોવાની કબૂલાત આપી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો