મૂળી તાલુકાનું ખાટડી ગામ અને રાજ ભાયાત સાયલાનું ખાટડી ગામ ખાતે જન્મદાત્રી શ્રીશક્તિ માતાજીનું નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-2022ના રોજ રંગેચંગે ઉજવવાનો હોય પૂરજોશથી ખાટડી ગામની યુવા ટીમ પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ મહોત્સવ તા. 19થી તા. 21 એપ્રિલ-2022 સુધી એમ ત્રણ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ખાટડી ગામ ઐતિહાસિક પાંચાળ ભૂમિ છે. જ્યાં જૈન મુની જેઠમલજી મહારાજ અજરામર પંથની વતન ભૂમી છે. આ ગામમાં રાજ રાજેશ્વરી રવેચીમાનું માદળ આવેલું છે. આ ગામમાં નારાણધરાની વાવ જ્યાં ઘનશ્યામ મહારાજ પધારેલા હતા. આ ગામમાં રતનપીર હિંદવા પીર આવેલા છે. આમ અનેક ઐતિહાસિક ગાથા સાથે જોડાયેલા આ ખાટડી ગામે અંદાજે રૂ. 1.5 કરોડના ખર્ચે બનેલા જન્મદાત્રી શ્રીશક્તિ માતાજીનું નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-2022 એટલે કે 19થી 21 એપ્રિલ એમ 3 દિવસ સુધી ઉજવવામાં આવશે.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, લલીતકિશોરચરણદાસ, દુર્ગાદાસ મહારાજ, નૌતાલ સ્વામીજી, રામબાલકદાસબાપુ, માધવપ્રિય સ્વામી,સ્ટેટ ઓફ સાયલા સોમરાજસિંહ તેમજ તમામ ક્ષત્રિયસમાજ પ્રમુખ, ઉપપ્રમુખ, કરણીસેનાના અધ્યક્ષો, ક્ષત્રિય યુવા સંઘ, વાય.બી.ઝાલા, નરેન્દ્ર મુંજપરા, મનહરસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહેશે. જ્યારે તા. 21 એપ્રિલની રાત્રે લોકડાયરાની બ્રિજરાજદાન ગઢવી, રાજભા ગઢવી, અનુભા ગઢવી, દિગુભા ચુડાસમા, અપેક્ષા પંડયા સહિતના કલાકારો રમઝટ બોલાવશે. આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક ભુવા પ્રવિણસિંહબાપુ તેમજ આ કાર્યને સફળ બનાવવા માટે ખાટડી ગામની યુવા ક્ષત્રિય ટીમ જહેમત ઉઠાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.