દરોડા:લીંબડીના બોડિયા ભોગાવામાંથી રૂ. 90 લાખનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડી તાલુકાના બોડિયા ભોગાવામાં ખનીજ તંત્ર દ્વારા દરોડો કરાયો  હતો. જેમાં 2 ડમ્પર અને 2 લોડર સહિત રૂ. 90 લાખની મત્તા જપ્ત કરી હતી. - Divya Bhaskar
લીંબડી તાલુકાના બોડિયા ભોગાવામાં ખનીજ તંત્ર દ્વારા દરોડો કરાયો હતો. જેમાં 2 ડમ્પર અને 2 લોડર સહિત રૂ. 90 લાખની મત્તા જપ્ત કરી હતી.
  • 2 લોડર, 2 ડમ્પર સહિતની મતા પકડાઇ, રેતી ચોરી થતાં ખનીજ વિભાગના દરોડા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોડિયા ભોગવામાં રેતીચોરી મામલે ગુરુવાર વહેલી સવારે ખનિજ તંત્ર દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં 2 ડમ્પર સહિત રૂ. 90 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખનીજ દરોડાના કારણે રેતીચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવા વિસ્તારોમાંથી દિવસ-રાત ખોદાણ કરીને રેતીચોરી ધમધમી રહી છે. અને આ રેતી ભારે વાહનોમાં ઓવરલોડ ભરીને જિલ્લાના માર્ગો પર બેફામ દોડી રહ્યાં છે. પરિણામે જિલ્લામાં ગેરકાયદે થતું ખનીજનું ખનન અને વહન પર રોક લગાવવા ફરિયાદો ઉઠી છે. આ બાબતની ગંભીરતા લઇને ખાણ ખનીજ વિભાગની કચેરીના અધિકારી એ.બી.ઓઝાની સૂચનાથી જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં ગુરુવારની વહેલી સવારે ખનીજ વિભાગના ઇન્દ્રજીતસિંહ ઝાલા, સંજયસિંહ મસાણી, આશિષભાઈ પરમાર, દેવરાજભાઈ તેમજ સિક્યુરિટી સ્ટાફ દ્વારા ગુરુવારની વહેલી સવારે લીંબડી તાલુકાના બોડિયા ગામના બોડિયા ભોગાવામાં રેડ કરતા ખનીજ ચોરોમાં નાસભાગ મચી હતી. આ દરોડામાં ઘટના સ્થળેથી તંત્ર દ્વારા 2 ડમ્પર, 2 લોડર સહિત રૂ. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...