ઝાલાવાડમાં નર્મદા કેનાલમાં પાણી શરૂ થતા સિંચાઇની સુવિધા મળતી થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કેનાલોના પાણી ખેતરોમાં લાવી રહ્યા છે. જેથી ચુડાના પ્રખ્યાત લાલ મરચાના વાવેતરમાં વધારો થયો છે. જ્યારે લીલા અને મોળા વઢવાણીયા મરચાનું ઉત્પાદન વધુ થયુ છે. આથી શિયાળામાં મોળા અને લીલા વઢવાણીયા મરચાનું વેચાણ સારૂ થયુ હતું. પરંતુ ઉનાળામાં ઉત્પાદિત થતા લાલ મરચાનું ઉત્પાદન ઘટ્યાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામા ઠેરઠેર લાલ મરચા લેવા માટે ઢગલાઓ અને મંડપો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. પરંતુ એક કિલોના ભાવમાં રૂ.100થી 300નો વધારો થયો છે. આથી ગૃહિણીને તિખારા ભાવ વધારો રડાવી રહ્યો છે.
ભાવ વધારાના મુખ્ય પાંચ કારણો જવાબદાર
આ અંગે રસિદભાઇ, સોહિલભાઇ, જાવેદભાઇ વગેરેએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર વઢવાણમાં 10થી વધુ વેપારીઓએ લાલ મરચા દળીને રાખી રહ્યા છે.ભાવ વધારો થવા છતાં ચુડા, વેળાવદર, ખોડુ, ચોકડી વગેરે ગામોના મરચાની ગુણવત્તા સારી છે. આ ઉપરાંત ગોંડલના મરચાની માંગ પણ સારી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લાલ મરચાના ભાવમાં વધારો થયો છે. જેમાં મુખ્ય પાંચ કારણો જવાબદાર છે. તેમા મરચાના છોડમાં રોગચાળાથી નુકસાન, માવઠુ અને અનિયમિત વરસાદ, મરચાના પાકને અસર થતા ઉત્પાદનમાં ઘટાડો, મજુરી કામમા વેતનમાં વધારો, ચુડાના તીખા અને વઢાવાણીયા મોળા મરચાની દેશ વિદેશમા માંગમા વધારો થયો છે.
ગૃહિણીઓને ખરીદીમાં લાલચોળ તેજીથી આંખે પાણી આવ્યાં
ઝાલાવાડમાં વઢવાણિયા અને ચૂડાના મરચા પ્રખ્યાત હોવાથી ઠેર-ઠેર મરચાના ઢગ વેચાણ માટે જોવા મળે છે. પરંતુ સતત માવઠા, પાકમાં રોગચાળાને લીધે ઉત્પાદન ઘટ્યું છે. આથી 1 કિલોએ રૂ.100થી રૂ.150નો ધરમખ ભાવ વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગૃહિણીઓને ખરીદીમા લાલચોળ તેજીથી આંખે પાણી આવ્યાં હતા. ઝાલાવાડમા હાલ મસાલાની સિઝન પુરબહારમા ખીલી છે. જેમા રસ્તાઓની સાઇડમાં લાલ મરચાઓ લઇને દળવા સાથે મંડપ નાખી ઠેર-ઠેર લોકો જોવા મળી રહ્યા છે. લોકો 12 માસ માટે એક સાથે મરચાની ખરીદી કરી ભરી લેતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામા વઢવાણ અને ચૂડા તાલુકામાં મરચાનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે. પરંતુ આ વર્ષ જિલ્લામાં સતત વરસાદ અને ત્યારબાદ માવઠાને કારણે મરચાના છોડમાં રોગચાળો આવ્યો છે. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને નુકસાન થયું છે.
વઢવાણિયા અને ચુડાના મરચાની માગ વધી છે. રસીદભાઇ, અકબરભાઇ કોઢિયા, સોહિલભા બાબુભાઇ ઠાસરિયા સહિતના વેપારીઓએ જણાવ્યું કે, આ વર્ષે વિવિધ મરચાનું ઉત્પાદન ઘટ્યું છે. આથી 1 કિલોએ રૂ.100થી 150નો વધારો થયો છે. જ્યારે ખરીદી માટે આવતી ગૃહિણીઓ ભાવ વધારાને કારણે ખરીદીમા ઘટાડો કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મરચાના વધુ વેચાણ માટે હરીફાઇ જામી છે. ત્યારે નવા નુસખા અને વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેમાં સુડવેલના રસિદભાઇએ જણાવ્યું કે, અમો મરચાને ગૃહિણીઓની સામે જ દળી આપીએ છીએ. તેમજ વજન ગુણવત્તાની ખાતરી આપીએ છીએ. હાલ જથ્થો ઓછો હોવાથી અમારે પણ ગુણવત્તાયુક વધુ વેચાણ માટે નવા નુસખા, વ્યવસ્થા ગૃહિણીઓને સામે જ દળીને વજનની ગુણવત્તા આપીએ છીએ.
ભાવ વધારાના કારણો
કિલોનો ભાવ રૂપિયામાં
મરચાની જાત | ગત વર્ષે | આ વર્ષે |
ચૂડા(મરચુ) | 200 | 300 |
કાશ્મીરી | 350 | 450 |
ડબી | 400 | 550 |
વન્ડર | 300 | 400 |
તેજા મરચી | 200 | 300 |
ગોલર | 300 | 400 |
વઢવાણી | 200 | 350 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.