ધરપકડ:વઢવાણમાં રૂ. 20.50 લાખના લૂંટના ગુનાનો આરોપી ઝડપાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પોલીસે 2 શંકાસ્પદ શખસની ધરપકડ કરી હતી

કાળા નાણાને ધોળા નાણા કરી આપવા માટેની બેઠક કરીને જૂનાગઢ જિલ્લાનો યુવાન વઢવાણમાં રૂપિયા લઇને આવ્યો હતો. વઢવાણના 2 શખસે અગાઉથી કરેલા પ્લાન મુજબ યુવાનના હાથમાં રહેલો રૂ.20.55 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ગુના અંગે વઢવાણ પોલીસે 2 શંકાસ્પદ શખસની ધરપકડ કરી હતી. આ ગુનામાં 2 માસથી નાસતા આરોપીને પોલીસે દબોચી લઇને રૂ. 14.89 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો.

મૂળ જૂનાગઢ જિલ્લાના મોટા કોટડા ગામે રહેતા ચેતનભાઈ પટેલ કાળા નાણાને ધોળા કરવા માટે 2 માસ પહેલા આવ્યા હતા. ત્યારે આરોપીઓએ ઘડેલા પ્લાન મુજબ લાઇટર જેવુ બતાવીને ચેતનના હાથમાં રૂ.20.55 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવીને નાશી છૂટતા ચકચાર ફેલાઇ હતી. અને વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વઢવાણ પીએસઆઇ સહિતની ટીમે કેટલાક શકમંદોની સાથે આ ગુનામાં સાક્ષી રહેલા લોકોની ધરપકડ કરી લીધી હતી.

પરંતુ આ લૂંટના ગુનામાં વઢવાણ લાખુપોળ લીમલીપામાં રહેતા ભવાનીસિંહ ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા મોરી છેલ્લા બે માસથી નાસતા ફરતા હતા. આથી પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, એએસઆઈ વિનોદભાઈ રાઠોડ, પી.જી.ઝાલા, રવિન્દ્રસિંહ ડોડીયા, કરણસિંહ, વિજયસિંહ રથવી, ગિરીરાજસિંહ સહિતની ટીમે તેમજ હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સની મદદથી ભવાનસિંહ ઉર્ફે ભોટુને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ભવાનસિંહ ઉર્ફે ભોટુ પાસેથી લૂંટમાં ગયેલા રૂપિયા પૈકીના રૂ. 14,84,900 તેમજ રિવોલ્વર જેવુ લાઇટર સહિતનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. અને લૂંટનો બાકીનો મુદ્દામાલ રૂપિયા રીકવર કરવા કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...