તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમાણિકતાનું ઉદાહરણ:રૂ. 1.85 લાખ ભરેલું પાકિટ ટ્રાફિક કર્મીઓએ પરત કર્યું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેરાળાનો યુવાન પાકધિરાણ ભરવા જતો હતો ને રામ ભોજનાલય પાસે પાકિટ પડી ગયંુ હતું

વઢવાણ તાલુકાના કેરાળા ગામના મનહરસિંહ રતનસિંહ ડોડીયા હાલ અમદાવાદ કાપડની લાઈનમાં નોકરી કરે છે. રજાઓ હોવાથી તેઓ કેરાળા ગામે આવ્યા હતા. ત્યારબાદ તા. 12મેને બુધવારે ઘરેથી રૂ. 1,85,000ની રોકડ પાકિટમાં નાંખી બાઇક પર ટિંગાડીને વઢવાણની ભારતીય સ્ટેટ બેંકમાં પાકધિરાણ ભરવા ગયા હતા. પરંતું પૈસા ભરવામાં વાર લાગે તેમ હતુ. આથી 7/12, 8 કઢાવવા યાર્ડે ગયા પરંતુ યાર્ડે બંધ હોવાથી રાજહોટલ પાસે દવાની એગ્રો દુકાને કાઢી આપતા હોવાથી ત્યાં બાઇક લઇને જતાં હતા. પરંતુ ત્યાં પહોંચતા મે જોયુ તો પાકિટ પડી ગયુ હોવાનું ધ્યાને આવ્યુ હતુ.

આ દરમિયાન રામભોજનાલય સામે રૂ. 1,85,000 ભરેલુ પાકિટ ટ્રાફિક બ્રિગેડના વિમલભાઈ તેમજ વિજયભાઈને મળતા તેમણે ટ્રાફિક પીએસઆઈ ચંદ્રિકાબેનને પાકિટ આપ્યું ત્યાર બાદ પાકિટમાંથી મૂળ માલિકના આધારપુરાવાના આધારે મનહરસિંહ ડોડીયાને પીએસઆઈએ ફોન કરી ટ્રાફિક કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામની હાજરીમાં રૂ. 1,85,000 ભરેલુ પાકિટના મૂળ માલિક મનહરસિંહ ડોડીયાને પરત કરવામાં આવ્યુ હતુ. આમ શહેરી ટ્રાફિક ટીમે રોકડ રકમ સાથેનું પાકિટ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...