તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:લીંબડીની આર.આર. હોસ્પિટલ સંકુલમાં કચરો અને ગંદકીના ઢગલા ખડકાતા રોગચાળો વકરવાનો ભય

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડીની આર.આર. હોસ્પિટલ સંકુલમાં કચરો અને ગંદકીના ઢગલા ખડકાતા રોગચાળો વકરવાનો ભય - Divya Bhaskar
લીંબડીની આર.આર. હોસ્પિટલ સંકુલમાં કચરો અને ગંદકીના ઢગલા ખડકાતા રોગચાળો વકરવાનો ભય
  • હોસ્પિટલ સંકુલમાં ગંદકીના પગલે દર્દીના સગા વ્હાલાઓને પડતી હાલાકી

હાલમાં કોરોનાના વધતા જતા સંક્રમણના લીધે કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાયેલી છે. જેમાં લીંબડીનું કોવિડ કેર સેન્ટર પણ કોરોના દર્દીઓથી ભરમાર છે. ત્યારે લીંબડી સરકારી આર.આર. હોસ્પિટલના કંપાઉન્ડમાં કચરો અને ગંદકીના ઢગલા જોવા મળતા રોગચાળો વકરવાનો ભય ઉભો થવા પામ્યો છે. સરકારી હોસ્પિટલ બહાર જ પારાવાર ગંદકીથી દર્દીઓ અને એમના સગા વહાલાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

કોરોનાની બીજી અને ઘાતક લહેરે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકના લોકોને પણ રીતસરના બાનમાં લીધા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા " મારૂ ગામ- કોરોના મુક્ત " ના અભિગમ હેઠળ ગામડાઓમાં પણ સરપંચ દ્વારા સુવિધાઓ યુક્ત કોવિડ કેર સેન્ટર કે હોમ આઇશોલેશન વોર્ડની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડી સરકારી આર.આર. હોસ્પિટલના કંપાઉન્ડમાં કચરો અને ગંદકીના ઢગલા જોવા મળતા રોગચાળો વકરવાનો ભય ઉભો થવા પામ્યો છે.

સરકારી હોસ્પિટલમાં કાર્યરત કોરોના વોર્ડની બાજુમાં જ મેડિકલ વેસ્ટ તેમજ કચરો જોવા મળતા દર્દીઓ સહિત લોકોમાં રોષ જોવા મળ્યો છે. જેમાં હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. આથી સરકારી હોસ્પિટલ બહાર જ પારાવાર ગંદકીથી દર્દીઓ અને અેમના સગા વહાલાઓને પડતી હાલાકી ભોગવવાની નોબત આવી છે. લીંબડીના સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...