તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વઢવાણ ST બસ સ્ટેશનમાં રૂટનું ટાઇમ ટેબલ ઝાંખુ થયું

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 11 વર્ષ પહેલાં 183 રૂટો સાથેનું બોર્ડ મુકાયું હતું

વઢવાણ એસટી બસ સ્ટેશનમાં 11 વર્ષ પહેલા રૂટનું બોર્ડ બનવાયું હતુ. પરંતુ આ બોર્ડને ઝાંખપ આવતા મુસાફરોને આંખો ફાડી ફાડીને રૂટ શોધવો પડી રહ્યો છે. જ્યારે કેટલીક બસો આવતી નથી તો કેટલીક બારોબર જતી રહેતી હોવાની પણ રાવ ઉઠી છે. વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં નવા બસ સ્ટેશનમાં પૂછપરછની બારી પાસે બસના રૂટ અને સમય સાથેનું બનાવેલું બોર્ડ ઝાંખુ પડતા અને મુસાફરોને પોતાના ગામનો રૂટ શોધવામાં હાલાકી પડી રહી છે.

આ બોર્ડમાં અંદાજે 183 જેટલા રૂટો અને તેનો સમય બતાવવામાં આવ્યો હતો. આ અંગે નવઘણભાઈ, રમેશભાઈ, ગોરધનભાઈ વગેરે જણાવ્યું કે, બોર્ડમાં અમુક રૂટો અને સમય ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે કેટલીક બસો તો આવતી જ નથી અને કેટલીક તો બારોબાર જતી રહેતા ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. આ અંગે તંત્રે જણાવ્યુ કે, કોરોનાની મહામારીના કારણે જે બસો તેમજ વિદ્યાર્થી ટ્રીપો બંધ થઇ હતી તે થોડા સમયમાં જ ચાલુ કરવાની છે. આથી બસોના રૂટ તેમજ સમય સહિતનું નવુ જ ટાઇમટેબલ બોર્ડ 8 કે 10 દિવસમાં બનાવી નાંખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો