તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:કાળાં નાણાંને ધોળા કરવા આવેલા યુવાન પાસેથી 20.50 લાખ ભરેલા થેલાની લૂંટ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનાગઢના યુવાનને લૂંટવાના કેસમાં 2 શકમંદની ધરપકડ

કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન રહે આ કહેવતને સાર્થક કરતી ઘટના વઢવાણમાં બની હતી. કાળા નાણાને ધોળા નાણા કરી આપવા માટેની બેઠક કરીને જૂનાગઢ જિલ્લાનો યુવાન વઢવાણમાં રૂપિયા લઇને આવ્યો હતો. વઢવાણના બે શખસએ અગાઉથી કરેલા પ્લાન મુજબ યુવાનના હાથમાં રહેલો રૂ.20.55 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ગુના અંગે વઢવાણ પોલીસે 2 શંકાસ્પદ શખસની ધરપકડ કરી હતી.

મૂળ જૂનાગઢ જિલ્લાના મોટા કોટડા ગામે રહેતા અને લૂંટનો ભોગ બનનાર ચેતનભાઇ પટેલની પાસે બે નંબરના પૈસા હશે. જયારે વઢવાણમાં રહેતા કેટલાક ભેજાબાજ આવા લોકોને જાળમાં ફસાવીને પૈસા પડાવી લેવાનો ગોરખ ધંધો કરતા હશે. જેમાં ગતા તા.1 જુલાઇના દિવસે ચેતન પટેલ વઢવાણ આવ્યો હતો અને ભવાની ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ મોરી અને કરણ ઉર્ફે દૂધી ખુશાલભાઇ મોરીને મળ્યો હતો. અને કાળાનાણાને ધોળા કરવાનું જણાવ્યું હતું.

આથી વઢવાણના બંને ભેજાબાજોએ 5 ટકા કમીશન લઇને જીએસટી બીલ આપવાની વાત કરી હતી. જે બેઠકના અનુસંધાને તા. 7 જુલાઈને બુધવારે ચેતન પટેલ રૂપીયા લઇને આવ્યો હતો. અને બંને આરોપીઓનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ ચેતનને લાખુપોળ પાસે બોલાવ્યો હતો. આથી ચેતન રૂપીયા ભરેલો થેલો લઇને ત્યા પહોંચી ગયો હતો. બંનેએ ઘડેલા પ્લાન મુજબ આરોપીઓએ લાઇટર જેવુ બતાવીને ચેતનના હાથમાં રૂ.20.55 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવીને નાશી છુટયા હતા.

બનાવની જાણ થતાની સાથે વઢવાણ પીએસઆઇ ડી.ડી.ચુડાસમા ટીમ સાથે ઘટના સ્થળે દોડી પહોચ્યા હતા. અને કેટલાક શકમંદોની સાથે આ ગુનામાં સાક્ષી રહેલા લોકોની ધરપકડ કરી લીધી હતી. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય બે સુત્રધાર ફરાર થઇ ગયા છે. ચેતને આપેલી વિગતો આધારે પોલીસે ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. ગુનાની સંપુર્ણ વિગતો મોડી રાતે પોલીસ ચોપડે નોંધાઇ જશે. એક તરફ ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરીએ આરોપીઓનું પગેરૂ મેળવવા માટે પોલીસે દોડધામ શરૂ કરી દિધી છે.

અન્ય સમાચારો પણ છે...