તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રમિક લૂંટાયો:ટંકારાની સીમમાં લૂંટારૂગેંગ ત્રાટકી, ભેંસ શોધવા નીકળેલા શ્રમિકને માર મારી એક તોલા સોનાની ડોડી લૂંટી

મોરબી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લજાઈ-હડમતીયા ગામની સીમમાં શ્રમિકના 5 હજાર રૂપિયા રોકડાની લૂંટ ચલાવી

ટંકારા નજીક લજાઈ તથા હડમતીયા ગામની સીમમાં પોતાની ભેંસ શોધવા ગયેલા શ્રમિકને ત્રણ લૂંટારુઓએ બેફામ માર મારી લૂંટી લેતા સનસનાટી મચી જવા પામી છે, હાલ ભોગ બનેલા શ્રમિકને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

લૂંટની આ ચકચારી ઘટનાની વિગત જોઈએ તો ટંકારાના ઊગમણા નાકે રહેતા અને મજૂરીકામ કરતા સારૂભાઈ ભાણાભાઈ વાઘેલા ઉ.38 આજે પોતાના ઘરે આવ્યા બાદ તેમની પાલતુ ભેસ ઘરે આવી ન હોય ભેસ શોધવા હડમતીયા અને લજાઈ ગામની સીમમાં ગયા હતા. ત્રણ બુકાનીધારી લૂંટારું ત્રાટક્યા હતા અને સારુભાઈના ગળામાંથી એક તોલા સોનાની ડોડી તથા ખિસ્સામાં રહેલા 5000 રૂપિયા લૂંટી લઇ બેફામ માર માર્યો હતો. જો કે જેમ તેમ કરી સારુભાઈ નજીક આવેલા ભરડીયા સુધી પહોંચી જતા તેમનો જીવ બચી ગયો હતો.

આ ગોઝારી ઘટના બાદ ઘાયલ સારુભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલત વધુ ગંભીર જણાતા હાલ ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની જાણ થતાં એ ડિવિઝન કાફલો હોસ્પિટલ દોડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો