ગંભીર આક્ષેપ:ચોટીલા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કાર્ડ તેમજ મતદાર યાદીમાં ગોટાળાનો ઋત્વિજ મકવાણાનો આક્ષેપ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ અને ઇલેક્શન વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પણ તાજેતરમાં પૂરા કરવામાં આવ્યા છે. નવા નામ ઉમેરવા, કમી કરવા તેમજ ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરવા તમામ પ્રકારના કાર્યક્રમો તંત્ર દ્વારા પૂરા કરવામાં આવ્યા છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભાની બેઠકો ઉપર 14.77 લાખ ઉમેદવારો મતદાન કરશે તેવી ફાઇનલ વિગતો પણ આપી દેવામાં આવી છે.

ત્યારે ગુજરાતમાં રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થવાની હજુ બાકી છે. પરંતુ ચૂંટણીની જાહેરાત પહેલા જ મતદાર યાદી સામે આવે એવા ઘણા લોકો છે જેમના નામ મતદાર યાદીમાં બે બે વખત છે. ત્યારે ચોટીલાના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. અને જણાવ્યું છે કે, ભાજપ દ્વારા ખોટું મતદાન કરવા માટે ઉપયોગમાં આવી શકે છે. ગેરરીતિ આચારવામાં આવી રહી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી છે. ચોટીલામાં 250 જેટલા વ્યક્તિઓના નામ બે-બે વખત મતદાન યાદીમાં સામે આવ્યા હોવાનું તેમનું કહેવું છે. અને તેમની યાદી પણ તેમણે દર્શાવી છે. ત્યારે આ યાદીની તપાસ કરીને ખોટા વ્યક્તિના નામ હટાવી દેવા જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે.

આ મામલે ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા દ્વારા તમામ પ્રકારના પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. અને સમગ્ર ગુજરાત મતદાન યાદીમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે પુરાવાઓ પણ રજૂ કરવામાં આવતા સ્પષ્ટતા થઈ છે કે, ચોટીલાની વિધાનસભાની બેઠકો ઉપર જ 250 જેટલા વ્યક્તિઓના બે વખત મતદાન યાદીમાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ નામો તાત્કાલિક ધોરણે કમી કરવામાં આવે તે અંગેની ભલામણ પણ ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...