નીતિન પટેલનું નિવેદન:મોરબીના એક કાર્યક્રમમાં માર્મિક ટકોર કરતાં કહ્યું- 'અત્યારે અમારી હાલત નાણાં વગરના નાથિયા જેવી થઈ ગઈ છે'

સુરેન્દ્રનગર/મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં આયોજિત કાર્યક્રમમાં નીતિન પટેલે હાજરી આપી - Divya Bhaskar
મોરબીમાં આયોજિત કાર્યક્રમમાં નીતિન પટેલે હાજરી આપી
  • કોઈ હોદા વગર કાર્યક્રમમાં આમંત્રણ મળતા નીતિન પટેલે સંસ્થાનો આભાર માન્યો

મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે બે વિદ્યાલયોના ઉદઘાટન પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આમંત્રણ અપાતા તેને સંસ્થાના હોદેદારોનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન નીતિન પટેલે નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ કહેવતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અમારી અત્યારે હાલત નાણા વગરના નાથિયા જેવી થઈ ગઈ છે.

કહેવતનો ઉલ્લેખ કરી માર્મિક ટકોર કરી
મોરબીના ભરતનગર નજીક આવેલા ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં વેદ વિદ્યાલય અને સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, મને અહીં હોદા વગર બોલાવવા બદલ હું સંસ્થાનો આભારી છું. સાથે નાના વગરનો નાથિયો અને નાણે નાથાલાલનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, અમારી અત્યારે હાલત નાથિયા જેવી થઈ ગઈ છે.

ઉદઘાટન સમારોહ બાદ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હસતા મોઢે કહ્યું હતું કે, આજે મારી પાસે કોઈ હોદ્દો નથી છતાં જે ઉમળકાભર્યા ભાવથી મને અહીં આવવા આમંત્રણ મળ્યું તે ખુશીની વાત છે, તેમ કહી ખોખરા હનુમાન ધામ અને પૂજ્ય કનકેશ્વરી દેવી સાથેના આત્મીય સંબંધો યાદ કરી જૂનાગઢ અને મોરબીના કામો તેમના કાર્યકાળમાં મંજૂર કરાવ્યાનો ગર્વ લીધો હતો.

આ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભાજપ ઇન્દોરના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, , મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...