તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મોરબી જિલ્લાના આરએફઓ પર સુરેન્દ્રનગરમાં હુમલો કરાયો

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાડી પાર્ક કરવા બાબતે 5 શખ્સોનો હુમલો
 • મકાનનું કલરકામ ચાલતું હોવાથી તેઓ 2 દિવસની રજા પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી

હાલ રતનપરમાં રહેતા અને મોરબી જિલ્લામાં ફોરેસ્ટના આરએફઓ ઉપર સુરેન્દ્રનગર કારીગરની હોટલ સામે ગાડી પાર્ક બાબતે પાંચ શખ્સોએ હથિયારોથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધાયો.

મકાનનું કલરકામ ચાલતુ હોવાથી તેઓ બે દિવસની રજા પર આવ્યા હતા. તા. 1-4-2021ના રોજ નટુભાઈ તેમની ફોરવ્હીલ ગાડી લઇને સુરેન્દ્રનગર કારીગરની હોટલ સામે આવેલી પટેલ પેઇન્ટસમાં કલર લેવા આવ્યા હતા. અને તેઓ ગાડી મેલડીમાના મંદિર પાસે સાઇડમાં પાર્ક કરી કલર લઇ પરત આવ્યા. આ દરમિયાન મંદિરે બેસેલા એક શખ્સ નટુભાઈ પાસે આવી કહેવા લાગ્યો કે આ રોડ તારા બાપનો છે, અહીંયા ગાડી કેમ પાર્ક કરી. આ બાબતે મામલો બિચકાતા પાંચ જેટલા શખ્સોએ લોખંડના પાઇપ, લાકડી તેમજ ઢીકાપાટુનો માર મારી હુમલો કરાતા નટુભાઈને ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તને ગાંધી બાદ વધુ સારવાર માટે ટીબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં નટુભાઈ રોજાસરાએ હુમલો કરી ઇજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે સુરેન્દ્રનગર કુંભારપરામાં રહેતા રઘુભાઈ ભરવાડ, ભાયાભાઈ ભરવાડ, અજયભાઈ રણછોડભાઈ ગમારા, કિશનભાઈ ગમારા અને સુરેન્દ્રનગરના એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો