પાટડી નગરપાલિકાની આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વેરા વળતર યોજનામાં વેરાની રૂ. 9.25 લાખ આવક નોંધાઇ હતી. જેમાં પાટડી નગરપાલિકા દ્વારા નાગરિકોને રૂપિયા 40 હજાર 139 ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી હતી. જેના અંતર્ગત તા. 31 મે, 2022 સુધીમાં ઈ-નગરની વેબસાઈટ અથવા એપ્લિકેશન પરથી ઓનલાઈન વેરો ભરનારા નાગરિકોને 15 ટકા વળતર આપવામાં આવે છે. જ્યારે ઓફલાઈન વેરો ભરનારા નાગરીકોને 10 ટકા વળતર આપવામાં આવે છે. જેના અંતર્ગત તા. 1 એપ્રિલ, 2022થી તા. 13 મે, 2022 સુધીમાં પાટડી નગરપાલિકા વિસ્તારના 522 મિલ્કતધારકો દ્વારા આ યોજનાનો લાભ લેવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત પાટડી નગરપાલિકા દ્વારા આ મિલ્કતધારકોને રૂ. 40 હજાર 139 ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તેમજ રૂ. 9 લાખ 25 હજાર 956 વેરો આજદિન સુધી ભરપાઈ કરવામાં આવ્યો છે. જેથી આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઈ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઈ શેઠ તથા ચીફ ઓફિસરે અપીલ કરી છે.
આ યોજનાનો લાભ તા. 31 મે, 2022 સુધીમાં વેરો ભરનારને જ મળશે તેમજ ઓનલાઈન વેરો www.enagar.gujrat.gov.in વેબસાઇટ પરથી પણ ભરી શકાશે. આ સિવાય ઈ-નગરની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ વેરો ભરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.