હત્યારો ભાઈ:હળવદના રણમલપુરમાં યુવકની હત્યા તેના પિતરાઈ ભાઈએ જ કરી હોવાનો ખુલાસો, હત્યા કર્યા બાદ પોલીસને પણ ગેરમાર્ગે દોરી હતી

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના રણમલપુરમાં યુવકની હત્યા તેના પિતરાઈ ભાઈએ જ કરી હોવાનો ખુલાસો, હત્યા કર્યા બાદ પોલીસને પણ ગેરમાર્ગે દોરી હતી - Divya Bhaskar
હળવદના રણમલપુરમાં યુવકની હત્યા તેના પિતરાઈ ભાઈએ જ કરી હોવાનો ખુલાસો, હત્યા કર્યા બાદ પોલીસને પણ ગેરમાર્ગે દોરી હતી
  • પૈસાની લેતીદેતી મામલે ધારિયાના ઘા ઝીંકી ભાઈની હત્યા નિપજાવ્યાનો ખુલાસો

મોરબીના હળવદના રણમલપુર ગામે ગઈકાલે સાંજે કંકાવટી રોડ પર જવાની વાડીએ બે યુવાનો પર હુમલો થયા બાદ એકનું મોત નીપજ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી બનાવમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. હત્યાના બનાવમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે જેમાં પિતરાઈ ભાઈએ જ ભાઇની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી લેવામાં આવ્યો છે સાથે જ મૃતકના ભાઇની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાન હરેશભાઇ વરમોરા
મૃતક યુવાન હરેશભાઇ વરમોરા

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે કંકાવટી જવાના રોડ પર આવેલ આરોપી હસમુખભાઈ રણછોડભાઈ વરમોરાની વાડીએ ગઈકાલે સાંજના ચાર વાગ્યાની આસપાસ બે થી વધુ બુકાનીધારી શખ્સોએ બે યુવાનો પર હુમલો કર્યા કર્યો હોય અને એક યુવાનનું મોત પણ નીપજ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે ઝીણવટ ભરી પ્રાથમિક તપાસ કરતા આ હત્યા કોઇ અજાણ્યા શખ્સોએ નહિ પરંતુ મૃતકના કાકાના દીકરા એ જ પૈસાની લેતી-દેતી બાબતે કરી હોવાનું સામે આવતા મૃતક હરેશભાઈ ચતુરભાઈ વરમોરાના મોટાભાઈ વિનોદભાઈ વરમોરાની ફરિયાદને આધારે તેના કાકાના દિકરા હસમુખભાઇ રણછોડભાઇ વરમોરા વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને રાઉન્ડઅપ કરી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

હત્યારો હસમુખભાઇ
હત્યારો હસમુખભાઇ

આરોપીએ કર્યો હતો પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસવધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક હરેશભાઈ અને આરોપી હસમુખભાઈ બંને સગા કાકા દાદાના દીકરા થાય છે અને પૈસાની લેતી-દેતી બાબતે આરોપી હસમુખે હરેશને તેની વાડીએ લઈ જઈ ધારિયાના ઘા ઝીકી હત્યા કરી કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાનું જાહેર કર્યું હતું જોકે આરોપીને પણ થોડી નાની-મોટી ઈજાઓ થતા તેને પણ ધાંગધ્રા સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો પરંતુ પોલીસને આ બનાવ શંકાસ્પદ લાગતા ઇજાગ્રસ્ત યુવાનની આગવી ઢબે પૂછપરછ કરતા પોતે ભાંગી પડયો હતો અને સમગ્ર બનાવ પોલીસ સમક્ષ પોપટની જેમ બોલી ગયો હતો.

ભેદભરમના આટાપાટા સર્જતી આ હત્યાની ઘટનામાં પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી આ બનાવને પગલે ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ,એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી, હળવદ પોલીસ મથકના પીઆઈ પી.એ.દેકાવાડીયા, દેવેન્દ્રસિંહ ઝાલા,યોગેશદાન ગઢવી,બીપીન ભાઈ પરમાભાઇ,મુમાભાઈકલોત્રા સહિતનાઓએ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી અને આખરે હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ કોવિડ ટેસ્ટ કરવી વિધિવત ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...