એક્સમેનનો દરજ્જો આપવાની માંગ:સુરેન્દ્રનગરના પેરા મીલેટરી ફોર્સના નિવૃત જવાનોએ સાંસદ અને કલેક્ટર કચેરીમાં લેખિત આવેદનપત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
સુરેન્દ્રનગરના પેરા મીલેટરી ફોર્સના નિવૃત જવાનોએ સાંસદ અને કલેક્ટર કચેરીમાં લેખિત આવેદનપત્ર પાઠવ્યું
  • ઘર બિલોમાં રાહત, ભરતીમાં આરક્ષણ, પરીવારજનોને રહેમ રાહે નોકરી આપવા રજૂઆત

સુરેન્દ્રનગરના પેરામીલિટરી ફોર્સના નિવૃત જવાનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના નિવૃત અર્ધ લશ્કરના જવાનોને એક્સમેનનો દરજ્જો આપવા માંગ કરી હતી. આ ઉપરાંત ઘર બિલોમાં રાહત, ભરતીમાં આરક્ષણ, પરીવારજનોને રહેમ રાહે નોકરી સહિતની વિવિધ સુવિધાઓ આપવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર કોન્ફેડરેશન ઓફ એક્સ પેરા મીલેટરી ફોર્સના કિશોરભાઇ ચાવડા, રમેશચંદ્ર લકુમ, એ.ડી.ઝાલા સહિત નિવૃત પેરા મીલેટરી જવાનોએ સાંસદ ઓફિસ અને જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પાઠવ્યુ હતુ. જેમાં અર્ધ લશ્કર દળના ગુજરાતના રહેવાસી ભાઇઓને રાજ્ય પુરતો એક્સમેનનો દરજ્જો આપવા માંગ કરાઈ હતી. જ્યારે અર્ધ લશ્કર દળના જવાનના બાળકોને અભ્યાસમાં આરક્ષણની સુવિધા, ગુજરાતના દરેક જિલ્લામાં પેરા મીલેટરી કલ્યાણ બોર્ડ ખોલવા, જ્યારે એક્સ પેરા મીલેટરીના અને બિનહથિયારી ભાઇઓને સરકારની સંસ્થા, બેંક જ્યાં સુરક્ષાની જરૂરીયાત હોય ત્યાં સંગઠનના માધ્યમથી નિયુક્તિ આપવા, જ્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, વલસાડ, ગોધરા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા વિસ્તારમાં જમીન ફાળવવા (જેથી કેન્ટીન અને મેડિકલ સુવિધા મળી શકે) માંગ કરી હતી.

આ ઉપરાંત પેરા મીલેટરી જવાનના નિવાસ બિલમાં રાહત, સરકારી ભરતીમાં નિવૃત પેરા મીલેટરી કર્મીને આરક્ષણ, શહીદ જવાનના પરિવારના સદસ્યને યોગ્યતાના આધારે રહેમ રાહે નોકરી, ડ્યુટી દરમિયાન વિરગતી પામેલા જવાનને ગુજરાત સરકાર દ્વારા અપાતા એક્સ ગ્રેસિયાની આર્થિક સહાય વધારવા સહિત લાભો આપવા માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...