જાહેરાત:નિવૃત્ત રમવીરોએ પેન્શન યોજના અરજી કરવા જોગ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં વસવાટ કરતા નિવૃત રમતવીરો કે જેઓની ઉમર 50 વર્ષથી વધુ હોય અને રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી દરમિયાન વ્યક્તિગત કે ટીમ રમતમાં ગુજરાત રાજ્ય તરફથી રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લઇ ગોલ્ડ, સીલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય તેવા નિવૃત રમતવીરો પાસે આ પેન્શન યોજના લાભ મેળવવા અરજી મંગાવાઇ છે. જેના માટેનું ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બહુમાળી ભવન ખેરાળી રોડ રતનપર સુરેન્દ્રનગર કચેરીએથી મેળવી સંપુર્ણ વિગતો તથા જરૂરી આધારો સાથે ભરી તા.10-10-2020 સુધીમાં કચેરીએ પરત મોકલી આપવાનું રહેશે. જે રમતવીરોએ વર્ષ 2016-17માં અરજી કરેલ હોય તેમણે ફરી અરજી કરવાની રહેશે નહી.

અન્ય સમાચારો પણ છે...