તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:પાટડીના નિવૃત ફૌજી જવાન કોવિડ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન પણ સેવા કરવાનું ના ભૂલ્યા, સારવાર દરમિયાન કોવિડ વોર્ડની કરી સફાઈ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના નિવૃત ફૌજી જવાન કોવિડ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન પણ સેવા કરવાનું ના ભૂલ્યા, સારવાર દરમિયાન કોવિડ વોર્ડની કરી સફાઈ - Divya Bhaskar
પાટડીના નિવૃત ફૌજી જવાન કોવિડ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન પણ સેવા કરવાનું ના ભૂલ્યા, સારવાર દરમિયાન કોવિડ વોર્ડની કરી સફાઈ
  • પતિ અને પત્ની કોરોના મુક્ત થયા, કમનસીબે માતાનું નિધન થયું

સામાન્ય રીતે રસ્તે ચાલતા ફૌજી જવાનને જોઇને દેશ માટે મરી મીટવાની એમની તમન્ના જોઇને એમને અચૂક સલામ કરવાનું મન થઇ ઉઠે છે. ત્યારે પાટડીના નિવૃત ફૌજી અને તેના પત્નિએ અડગ મનોબળથી કોરોનાને હરાવ્યો હતો. પણ કોરોના ગ્રસ્ત માતાનું કોવિડ સેન્ટરમાં સારવાર દરમિયાન મોત નિપજવા છતાં ફૌજી જવાને ડોક્ટરોની કામગીરીને બિરદાવીને વંદન કર્યા હતા. વધુમાં આ નિવૃત ફૌજી જવાન પાટડી કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત માતાની સેવા-ચાકરી કરવાની સાથે સફાઇ કામગીરી પણ પુરા ખંતથી કરતો હતો.

નિવૃત ફૌજિ જવાન નરેન્દ્રભાઈ સતાપરા
નિવૃત ફૌજિ જવાન નરેન્દ્રભાઈ સતાપરા

આજે વાત કરવી છે એવા વ્યક્તિની કે જેમાં ધૈર્ય, સેવા, સમર્પણ, આદર, વિનમ્રતા, કૃતજ્ઞતા, દેશ ભક્તિ જેવા ગુણોનો સંચય એક સાથે જોવા મળે છે. એવું વ્યક્તિત્વ એટલે નરેન્દ્રભાઈ મંગાભાઈ સતાપરા, મૂળ પાટડીના વતની છે. સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો વ્યક્તિ બાળપણથી સંઘર્ષમય જીવનમાં ઉછેર 18 વર્ષની ઉંમર થતા જ ઘરની જરૂરિયાત અને દેશ માટે કંઈક કરવાની ખેવનાથી ભારતીય લશ્કરમાં ભરતી થયા. 17 વર્ષ દેશની સેવા કરી જેમાં સિયાચીન, આસામ, શ્રીલંકા ( શાંતિ સેનાના ભાગ તરીકે ), સિકંદરાબાદ જેવા વિવિધ પ્રદેશોમાં સેવા આપી. નિવૃત્તિ લઈ એક સહકારી બેકમાં સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી શરૂ કરી, પરીવારમાં તમામની ચિંતા કરવાનો સ્વભાવ માતા-પિતા, ભાઈ-બહેનો તમામને આજીવન કતૃત્વ ભાવથી મદદરૂપ થવું, મિત્રો હોય કે અજાણ્યા વ્યક્તિ દરેકના દુઃખમાં પણ ભાગીદાર બનવાની પ્રકૃતિ બચપનથી સાથે આર.એસ.એસ.ના સ્વંયસેવક બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થતાં સેવાનો અને દેશ ભક્તિના ગુણ સ્વભાવિક સ્વભાવમાં વણાયેલો હતો.

માતા કમળાબેન સતાપરા
માતા કમળાબેન સતાપરા

ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો કાળો કેર ચારેબાજુ વર્તાઈ રહ્યો છે. ત્યારે તેનો ભોગ પોતે અને પત્ની બન્યા, મજબૂત મનોબળ અને સારવારને અંતે સ્વસ્થ થયા, ત્યાં 85 વર્ષના વૃદ્ધ માતા કમળાબેન સંક્રમિત થયા, બીપી, ડાયાબિટિસ અને ઉંમરને જોતા ઘેર કોરોન્ટાઈન રહી સારવારમાં સફળતા ના મળતા તબિયત વધુ બગડતા પાટડી ખાતેના કોવિડ સેન્ટરમાં દાખલ કર્યા.

ક્ષમતાથી વધુ દર્દીઓ હોવા છતાં ના છૂટકે દાખલ કરવા વર્તમાન પરિસ્થિતિમાં ડોક્ટરો અને મેડીકલ સ્ટાફની મજબૂરી કહો કે માનવતા એવી સ્થિતિમાં આ નરેન્દ્રભાઈએ પોતાની જનેતાને સારવાર અપાવવાની શરૂઆત કરાવી, માં પણ ખૂબ અશક્ત અવસ્થાને કારણે પોતાની કુદરતી ક્રિયાઓ ઝાડો, પેશાબ કઈ જાતે ના કરી શકે ત્યારે શ્રવણની માફક માની સેવા અણથક અવિરત કરી એટલું જ નહીં, રોજ કોવિડ સેન્ટરમાં વહેલા ઉઠી સફાઈ કામદારોની રાહ જોયા વગર પોતે સાફ સફાઈના કામે લાગી જાય, ડોક્ટરો માંની તપાસમાં આવે અને નરેન્દ્રભાઈને પૂછે કે, ભાઈ તમે આ કેમ કરી રહ્યા છો, તો જવાબ આપે કે ભાઈ હું મારા ઘેર હોઉં તો સફાઈ માટે કોઈની રાહ જોઈને બેસી રહું , તમે બધા મેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો અન્ય સેવા કરતા સેવાભાવી લોકો, વહીવટી તંત્ર બધા જ લોકો રાત દિવસ આટલી મહેનત કરી રહયા છો તો મારી પણ આટલી ફરજ બને ને ? તેમના આ પ્રકારના વ્યવહારથી ડોક્ટરો પણ પ્રોત્સાહિત થતા.

પણ અંતે ધાર્યું ધણીનું થાય છે તે મુજબ એક દિવસ રાત્રે 7-30 વાગે તેમના માતાનું સારવાર દરમ્યાન મૃત્યુ થાય છે, ખૂબ ધૈર્ય રાખી માતાના અંતિમ વિદાય વખતે પણ કોવિડના સારવાર આપતા મેડિકલ સ્ટાફને દોષ ના આપતા વંદન, નમન આદર આપી તેમના પ્રમાણિક પ્રયત્નો માટે સૌનો આભાર માની કોવિડ સેન્ટરમાંથી ભારે મને અને હૃદયે માતાના મૃતદેહ સાથે વિદાય લે છે. અત્યારનો આ અજંપા ભર્યો માહોલ, ચારેબાજુ નકારાત્મક અને નિરાશામય વાતાવરણ, એમાંય માંનું અવસાન છતાં, ડોક્ટરો અને સ્ટાફ સાથેનો ધૈર્ય અને આદરપૂર્ણ વ્યવહાર એ સેવારત લોકોને ઉર્જા અને ઉત્સાહ પુરો પાડનારો, હતાશા નિરાશમાંથી બહાર નિકાળનાર પુરવાર થઈ રહ્યો. આવા વ્યક્તિઓ સમાજમાં મળતા રહે તો, સેવા કરનાર પણ તેમનાથી પ્રેરિત થઈ સતત સેવામાં લાગેલા રહેતા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ પાટડીનું કોવિડ સેન્ટર બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...