તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગ્રામ્યવિસ્તારોના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવો : પાણી પુરવઠા મંત્રી

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીએ ચોટીલા ગ્રામ્ય વિસ્તારોમાં જઇ પાણી પ્રશ્ને તપાસ કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીએ ચોટીલા ગ્રામ્ય વિસ્તારોમાં જઇ પાણી પ્રશ્ને તપાસ કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.
  • ચોટીલા ગ્રામ્ય વિસ્તારોના સમ્પની મુલાકાત લઇ પ્રશ્નો સાંભળ્યા
  • ગ્રામ્યવિસ્તારોમાં સૌની યોજના હેઠળની કામગીરી અંગે સમિક્ષા બેઠક યોજી

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી અને રાજ્ય પાણીપુરવઠા મંત્રીએ ચોટીલા તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી. જ્યાં સૌની યોજના અંતર્ગતના કામોની તપાસ કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. જયારે અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી લોકોના પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ચોટીલા તાલુકાના રામપરા, કાબરણ, મહિદળ અને ચાણપા ગામોની મુલાકાત લીધી હતી. જ્યાંન પાણીના સંપની મુલાકાત લઈ જાત ચકાસણી કરી લોકોના પીવાના પાણી સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા.

જ્યારે રામપરા રામપરામાં પાણીના પ્રશ્નો અંગેની બેઠક યોજી જણાવ્યુ કે ગામડાઓમાં ઉદ્દભવતા પાણી અંગેના પ્રશ્નો સાંભળી તેની ચર્ચા કર્યા બાદ, વહેલામાં વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

ત્યારબાદ કાબરણ, મહિદળ અને ચાણપા ગામોમાં સ્થિત પાણીના સંપો તેમજ હેડવર્કસની જાત મુલાકાત કરી સંપ ખાતે ઉદ્દભવતા પ્રશ્નોની ચર્ચા તથા ચાણપા હેડવર્કસ ખાતે ચોટીલા, થાન અને મુળી વિસ્તારના પાણીના પ્રશ્નો અંગે સ્થાનિક આગેવાનો તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ પ્રસંગે પ્રાંતઅધિકારી આર.બી.અંગારી, અધિક્ષક ઇજનેર એચ.ડી.જોધાની, ચોટીલા તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...