તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પ્રદર્શન:આશાવર્કર અને ફેસિલિટરના પડતર પ્રશ્નો ઉકેલો, કોરોના વોરિયર્સ તરીકે મહત્ત્વની ફરજ બજાવનારા કર્મીઅોનું વિરોધ પ્રદર્શન

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના વોરિયર્સ તરીકે મહત્વની ફરજ બજાવનાર આશાવર્કર અને ફેસીલીટર બહેનોના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતી આશાવર્કર અને ફેસીલીટર બહેનોએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ તેમની માંગો પુરી કરવા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને સરકાર દ્વારા તાત્કાલીક આ અંગે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં આશાવર્કર અને ફેસીલીટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઇને સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા આંદોલનનું રણશીંગુ ફુંક્યું છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં આશાવર્કર અને ફેસેલીટર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ ગુરૂવારે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જ્યાં લેખીત આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે,

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીમાં આશાવર્કર અને ફેસીલીટર બહેનોએ જીવના જોખમે ફરજ બજાવી છે તેમ છતાં તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આશાવર્કરનો દૈનિક 33 રૂપિયા અને ફેસીલીટર બહેનોને દૈનિક માત્ર રૂપિયા 17 જેટલુ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.

આથી આશાવર્કર અને ફેસીલીટર બહેનોને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવામાં આવે, પ્રોત્સાહક રકમની તાત્કાલીક ચૂકવણી કરવામાં આવે, નિયમિત પગાર ચૂકવવામાં આવે તે સહીતની માંગણીઓ અંગે સરકાર દ્વારા હકારત્મક નિર્ણય કરવામાં આવે તેવી માંગ છે.

હળવદના આઉટસોર્સિંગના કર્મીઓ પગારથી વંચિતઑ
હળવદ તાલુકામાં 70થી વધુ આઉટસોર્સીંગથી આરોગ્ય કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે.જેમને 3 માસથી પગાર ન મળતા હાલત કફોડી બની છે જ્યારે ઘર ચલાવવામાં પરેશાની થતા રોષની લાગણી ફેલાઇ છે. આથી વહેલી તકે પગાર કરી આપવા માંગ ઉઠી છે.

ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા અને મોરબી જીલ્લા પંચાયત મારફત હળવદ તાલુકામાં આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા આઉટસોર્સીંગથી આરોગ્ય કર્મચારી જેવા કે ફિમેલ હેલ્થ વર્કર, વોર્ડબોય, આયા, ડ્રાઇવર, પટાવાળા સહિતના 70થી વધુ કર્મચારીઓનો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી એમ છેલ્લા 3 માસથી આ આરોગ્યકર્મીઓનો પગાર નહી થતાં હાલત કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો