તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક યોજી:વહેલી તકે નિરાકરણ લાવો: રાષ્ટ્રીય સકાઇ કર્મચારી આયોગ સભ્ય

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના સભ્યએ અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના સભ્યએ અધિકારીઓની સાથે બેઠક યોજી હતી.
  • જિલ્લા સફાઇ કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્યના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં સફાઇ કામદારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.જ્યારે સફાઇ કામદારોને લગતા પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી. રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પવારજીએ જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં કલેક્ટર કચેરીમાં સાફઇ કર્મચારી આયોગજના અધિકારીઓ અને સભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં સફાઇ કર્મચારીઓને લગતા પ્રશ્નોને વિગતવાર સાંભળવામા઼ આવ્યા હતા.

તેઓએ અધિકારીઓને જિલ્લાના સફાઇ કર્મચારીઓએ કરેલા વિવિધ પ્રશ્નોને સાંભળી વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યુ હતુ. જ્યારે તેનું ફોલો અપ લેવા જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યુ હતુ.ત્યારબાદ સફાઇ કર્મીઓના ગણવેશ તથા સફાઇના જરૂરી સાધનો પુરા પાડાવ, લઘુતમ વેતન પુરૂ પાડવુ, નિયમિત પગાર મળવા, સફાઇ કર્મીઓની કાયમી ભરતી, તેમજ પુર્વ નોટીસ વગર નોકરી પરથી દરખાસ્ત ન કરવા સહિત મુદાઓની રજૂઆત બાબતે અધિકારીઓની સાથે ચર્ચા કરાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.એન.કે.ગવ્હાણે, અનુસુચીત જાતિકલ્યાણ વિભાગના નાયબ નિયામક એન.એલ.બગડા, પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઇ બગડીયા, અધિક કલેક્ટર એન.ડી.ઝાલા, ચિફઓફિસર સંજયભાઇ પંડ્યા સહિત અધિકારીઓ, વિવિધ વિભાગના પ્રતિનિધિઓ, સફાઇ કામદાર સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...