મુશ્કેલી:રહીશોએ MLAને ગંદકીના ફોટો બતાવી કહ્યું, ‘સમસ્યા અને આક્રોશનું કારણ એન્જિનિયર છે’

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર પાલિકાના નવા સીમાંકનમાં સમાવિષ્ટ વોર્ડ 6ના રહીશોની ધીરજ ખૂટી
  • આક્ષેપઃ પાલિકામાં જઇએ તો મળતા નથી ફોન પણ ઉપાડતાં નથી

સુરેન્દ્રનગર પાલિકા હદના નવા સીમાંકન મુજબ વોર્ડ 6ના રહીશોએ બુધવારે ધનજીભાઈ પટેલની કાર્યાલય રજૂઆત કરી હતી. જેમાં વરસાદી અને ગટર પાણીનો નિકાલ ન થતો હોય તેવા પ્રજાપતિવાડી વિસ્તાર, મુનિબાપુ અને ભરવાડવાસ અણીયરી વિસ્તારમાં ગંદકી પાણીનો નિકાલ ન થતો હોય તેવા ફોટો પાડીને રજૂ કરાયા હતાં.

વઢવાણ નગરપાલિકા ઝોન સંભાળતા એન્જિનીયર જયેશ સોલંકી કોન્ટ્રાક્ટ ઉપર છે. જેનો રિન્યુઅલ પિરિયડ આ માસે પૂરો થાય છે. જેમના મોનિટરીંગના કારણે લોકોની ફરિયાદનો નિકાલ આવતો નથી. આખા વઢવાણની હદમાં જે પાણી ભરાવાની સમસ્યાનું કારણ એન્જીનીયર સોલંકી છે. તેને દૂર કરો તો જ પ્રજાના કામો સરળ થશે તેનો કોન્ટ્રકટ રિનિયુલ ન થાય તેવી ભલામણ ધારાસભ્ય કરે તેવી લોકો અરજ કરી છે. અને અમારી ફરિયાદનો ઝડપથી નિકાલ થાય તેમજ ગંદકી રોગચાળામાંથી ઉગારો. કારણ કે ગંદકીવાળા પાણી નિકાલ વ્યવસ્થા ન હોવાથી ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડતા લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. આ રજુઆત કરવા વિસ્તારના આગેવાનો ધર્મેન્દ્રસિંહ ઝાલા, નીતિન પ્રજાપતિ ધારાસભ્ય કાર્યાલય દોડી ગયા હતા. આ ઉપરાંત પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી આ ફરિયાદ નિકાલ કરાવે તેવી વિસ્તારના લોકો તેમજ આગેવાનોની લાગણી અને માગણી છે.

બધે પ્રશ્ન છે : ગટર અપડાઉન નાંખેલી હોવાથી પાણી જતું નથી : એન્જિનીયર
એન્જિનિયર જયેશભાઈ સોલંકીએ જણાવ્યું કે, આ બધી ભૂર્ગભ ગટરની ફરિયાદ છે ગટર તો આપણે નાંખી નથી. ગટર અપડાઉન નાંખેલી છે લેવલ મેન્ટેન નથી કર્યુ જેથી પાણી ઝડપથી જાતુ ન હતુ. તે પણ કામ કરાવી દીધુ છે. વડીયા હનુમાન નવી કુંડી બનાવી દીધી, ગટરસફાઇ કરીને ચાલુ કરી દેવામાં આવી છે. ભૂર્ગભ ગટરનો એસટી નગર, નવા 80 ફૂટ રોડ, સંતોષપાર્ક બધે પ્રશ્ન છે. અને આક્ષેપો છે તે ખોટા છે, સમસ્યાના નિવાકરણ માટે કામગીરી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...