મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી:ચોટીલા બેઠક વિસ્તારના બામણબોરની નદીમાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી ઠલવાતા ગ્રામજનોમાં રોષ, મામલતદારને રજૂઆત કરી

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા

ચોટીલા બેઠકના મતવિસ્તારમાં આવતા બામણબોર ગામે કેમિકલ ફેક્ટરી આવેલી છે. તે ફેક્ટરી દ્વારા ગામમાં કેમિકલ ઠલવાતું હોવનાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. સમસ્ત બામણબોર ગ્રામજનોએ આજુબાજુમાં ખરાબ કેમિકલવાળું પાણી નીકળતા હોવાથી આક્રોશ ઠાલવ્યો હતો. જો આ કેમિકલ ફેકટરી બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી મામલતદારને રજૂઆત કરી હતી.

અનેક ફરિયાદો છતાં પરિણામ શૂન્ય
બામણબોર સ્થિત ફેક્ટરીના ઝેરી પાણીએ જમીનના તળ બગાડ્યા છે. જેથી રોસે ભરાયેલા ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે બાબતે ફેક્ટરી સામે અનેક ફરિયાદો છતાં પરિણામ શૂન્ય છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈપણ પગલાં લીધા નથી
બામણબોરની કેમિકલયુક્ત ફેક્ટરી સામે લેખિતમાં ગ્રામ પંચાયત અને સરપંચે તમામ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી છે. છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહીને ન થતા ગ્રામજનો કંટાળીને મતદાન બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. કેમિકલયુક્ત પાણીએ નદીના તળાવોના તળ બગાડી નાખ્યા છે. ઝેરી પાણીના કારણે અનેક પશુધનના પણ મોત થાય છે અને ચામડીના રોગો પશુને થાય છે. ઝેરી પાણીનો રેલો નદી મારફત મચ્છુ મોરબી સુધી પહોંચ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈપણ પગલાં લીધા નથી. જે અંગે ગ્રામ પંચાયતના સભ્યો, માલધારીઓ અને ગ્રામજનોએ સરપંચ સહિત લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ આ અંગે મામલતદારને રજૂઆત કરીને યોગ્ય પગલા ભરવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...