તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ ડોક્ટર:રિપોર્ટ, દવા આપી રોજના હજાર કમાતો ધો.10 પાસ તબીબ ઝબ્બે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટડીના રાજપરમાં 6 મહિનાથી પ્રેક્ટિસ કરતો હતો
 • એસઓજી પોલીસે દવા સહિત કુલ રૂ. 60,693ની મતા સાથે મૂળ વિરમગામના કાજીપુરાના શખ્સને પકડ્યો

પાટડીના રાજપરમાં ડિગ્રી વગર બોગસ ડોક્ટર પ્રેકટીસ કરતો હોવાની બાતમીના આધારે એસઓજીએ કરી વિરમગામના કાજીપુરાના શખ્સને ઝડપી લીધો હતો. ધો. 10 પાસે બોગસ ડોક્ટર પાસેથી કુલ રૂપિયા 60,693 ની દવા સહીતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે રાજપર ગામે ધોરણ 10 પાસ બોગસ ડોક્ટર તરીકે વિરમગામના કાજીપુરાનો શખ્સ પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા એસઓજી પીઆઇ બી.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ દાજીરાજસિંહ, પ્રવિણભાઇ, રવિભાઇ, મહિપતસિંહ સહીતની ટીમે દરોડો કર્યો હતો.

જેમાં પ્રેકટીસ કરતા પ્રકાશ ઉર્ફે પકો ભાઇલાલભાઇ ધડવીને ઝડપી લીધો હતો. પોલીસે ડોક્ટર અંગેના પ્રમાણપત્રો ચકાસવા માંગતા પ્રકાશ માત્ર 10 પાસ હોવાની વિગતો બહાર આવી હતી. અને છેલ્લા છ માસથી પ્રેકટીસ કરતો હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે દવાઓ સહીત કુલ રૂ. 60,693નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય ડોક્ટરની સલાહ લઇ દવા આપતો
બોગસ ડોક્ટર દર્દીઓના રિપોર્ટ પણ કરાવતો હતો પરંતુ ઓછુ ભણેલો હોય રિપોર્ટમાં ખાસ કાંઇ ગતાગમ ન પડતા અન્ય ઓળખીતા ડોક્ટરોને રિપોર્ટની જાણકારી આપી તેમની પાસેથી દવાની માહિતી લઇ દર્દીઓને દવા લખી આપતો હતો. ધો. 10 પાસ પ્રકાશ ધડવી વાકચાતુર્યમાં એટલો બાહોશ હતો કે થોડા સમયમાં જ દર્દીઓનો વિશ્વાસ કેળવી લીધો હતો. જેથી મોટા ભાગના લોકો તેની પાસે દવા લેવા આવતા હતા જેમાં તપાસ કરવાની ફી અને દવા સહિતના રૂપિયા પેટે દૈનિક રૂપિયા એક હજારથી વધુ કમાઇ લેતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો