વિશ્વકર્મા જયંતિની અનોખી ઉજવણી:ધ્રાંગધ્રામાં વિશ્વકર્મા મંદિરના બીજા માળનું નવનિર્માણ શરૂ, ગુર્જર સુથાર સમાજની મહિલાઓએ બાળકોના વિકાસ માટે ફંડ ભેગું કર્યુ

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
ધ્રાંગધ્રામાં વિશ્વકર્મા મંદિરના બીજા માળનું નવનિર્માણ શરૂ
  • વિશેષ ફંડ એકત્રિત કરીને શિક્ષણ સમિતિને આપવામાં આવ્યું
  • સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તેમજ ટ્રસ્ટીગણોએ વિશેષ હાજરી આપી

ધ્રાંગધ્રા ખાતે અનોખી રીતે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશ્વકર્મા પ્રભુના મંદિરના બીજા માળના નવનિર્માણનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. સાથે જ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તેના માટે ગુર્જર સુથાર સમાજની મહિલાઓ દ્વારા વિશેષ ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે મહા સુદ તેરસને વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવજીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે.

ભગવાન વિશ્વકર્માના પ્રસાદનું આયોજન ભુપેન્દ્રભાઈ નટવરલાલ તલસાણીયાના ધર્મપત્ની ભારતીબેન ભુપેન્દ્રભાઈ તલસાણીયા તરફથી આયોજન કરવામાં આવ્યું હતુ. સાથે સાથે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તેના માટે ગુર્જર સુથાર સમાજની મહિલાઓ દ્વારા વિશેષ ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. આ વિશેષ ફંડ મહિલાઓ દ્વારા એકત્રિત કરીને શિક્ષણ સમિતિને આપવામાં આવ્યું હતુ. આ આયોજનમાં સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તેમજ ટ્રસ્ટીગણોએ વિશેષ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...