સુરેન્દ્રનગર પાલિકામાં સિનિયર સિટીઝને લેખિત રજૂઆત કરીને સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણમાં બનેલા આડેધડ બમ્પ દૂર કરીને શેરી-ગલીઓમાં બમ્પ બનાવવા માંગ કરી હતી. સુરેન્દ્રનગરના સિનિયર સિટીઝન પી. વી. વાઘેલાએ પાલિકામાં ચીફ ઑફિસરને લેખિત રજૂઆત કરી હતી,
જેમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણમાં મેઇન રોડ પર પાલિકાએ બમ્પ બનાવ્યા છે. આ બમ્પ કોઈ માપ, સાઇઝ કે ડિઝાઇન મુજબ બનાવવાને બદલે આડેધડ બનાવાયા છે. આવા બમ્પના કારણે વાહનચાલકો તથા પાછળ બેસેલી વ્યક્તિ પછડાય છે અને નાનીમોટી ઈજા અને હાથ પગના દુખાવા જેવી સમસ્યા થતા દવાખાનાના ધક્કા થાય છે.
આમ તો મેઇન રોડને જોડતી ગલીઓમાં બમ્પ હોવા જોઈએ, જેથી ગલીમાંથી મેઇન રોડ પર આવનારા વાહનચાલક આગમચેતીથી મેઇન રોડ આવી શકે. તેને બદલે શહેરના મેઇન રોડ પર બમ્પ બનાવી દેવાયા છે જે અયોગ્ય હોવાથી મેઇન રોડના સ્થાને ગલીઓમાં બમ્પ બનાવવા જોઇએ. જોરાવરનગરમાં બમ્પને કારણે સુરેન્દ્રનગર લીંબડી એસટી બંધ કરી દીધી હોવાથી જોરાવરનગરની પ્રજાને સુવિધાથી વંચી રહે છે. આથી આવા ત્રાસ દાયક બમ્પ હટાવી યોગ્ય માપના બમ્પ યોગ્ય સ્થળે બનાવવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.