ઉજવણી:જિલ્લામાં હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ - Divya Bhaskar
વઢવાણ
  • હનુમાન જયંતી અને શનિવારના સંયોગથી અનેક ભક્તો ભક્તિભાવમાં તરબોળ બન્યા
  • સુંદરકાંડ, હવન, યજ્ઞ, મહાપ્રસાદ તેમજ સંતવાણી અને ભજનો સહિતના ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર ચૈત્રી પૂનમ, હનુમાન જયંતી સાથે શનિવારનો સુમેળ સર્જાતાં ભક્તિભાવથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી. સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરના અનેક સ્થળોએ હનુમાન જયંતીની ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી, ચોટીલા, લખતર, સાયલા, ચુડા સહિતના વિસ્તારોમાં પણ સુંદરકાંડ, હવન, ભજન, સંતવાણી સહિતના ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી.

લટુડીયા
લટુડીયા
ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા

લખતર : લખતર શહેરની કંડીયા શેરીમાં આવેલા નાગડકા ના ડેલા નજીક આવેલ નાગડકિયા હનુમાન મંદિરે તા.16-4-22ને શનિવારે હનુમાન જયંતિ નિમિતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હવનનો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. હવન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરના રોકડીયા, ફુલગલી હનુમાનજી મંદિર, ભલાહનમાનજી, ચબુચરીયા હનુમાનજી સહિત વિવિધ મંદિરોમાં હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. જયારે ગ્રામ્ય વિસ્તારમાં સુપ્રસિદ્ધ નારીચાણા હનુમાનજી મંદિરમાં સવારથી લોકો ભીડ જોવા મળી હતી. અને મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો. જયારે નવલગઢ પાસે ભાડના નાળાના હનુમાનજી ઉજવણી કરવામાં આવી રાત્રે ભજન અને ધુન રાખવામાં આવી હતી.

મૂળી : મૂળી તાલુકામાં ચૈત્રીપુનમ એટલે હનુમાન જયંતિની ઉજવણી ધામધુમ પુર્વૅક કરવામાં આવી હતી. જેમાં મૂળી જ્ઞાનવાવ મંદિર ખાતે દાદાને પુજા અર્ચના અભિષેક અન્નકુટ હવન તેમજ મહાઆરતિ સહિત મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે મુળી મંદિરનાંપુર્વ મહંત શ્યામસુંદરદાસજી સ્વામી સહિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...