તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સુરેન્દ્રનગરમાં લોકડાઉનની રાહત વેપારીઓની આફત દૂર નહીં કરી શકે

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં માર્કેટ ચાલુ હોય તો રોજ અંદાજે1.88 કરોડનું ટર્ન ઓવર થાય, ખાણીપીણીનું બજાર જ અંદાજે 24 લાખ થાય છે
  • લગ્નની સિઝન પૂરી થતાં સોની, રેડીમેડના ધંધા 20 ટકા જ રહ્યા
  • 2 મહિનાના લોકડાઉનમાં વેપારીઓની આવકમાં 50 ટકાનો ઘટાડો

ઝાલાવાડમાં સુરેન્દ્રનગર શહેરની વેપાર ધંધાની સાથે ખાણીપીણીના બજાર માટે આગવી ઓળખ છે. અંદાજે 2500થી વધુ દુકાનો ધરાવતા વેપારી એકમોનું દરરોજનું રૂ.1.88 કરોડનું ટર્ન અવર છે. પરંતુ લોકડાઉને વેપારીઓના ધંધા 50 ટકા કરી નાખ્યા હતા. ત્યારે વર્તમાન સમયે લોકડાઉનમાં આપવામાં આવેલી વધુ છૂટથી વેપારીઓને કે ખાણીપીણીના ધંધાર્થીઓને ખાસ ફાયદો નહી કરે. કારણ કે વેપારીઓ માટે લગ્નની મહત્ત્વની સિઝન પૂરી થઇ ગઇ છે અને ખાણી પીણી બજારને લોકોને બેસાડીને જમાડવાની પરવાનગી આપી નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના વેપાનું હબ છે. તેમાં પણ ખાસ કરીને કાપડ, સોનુ, રેડીમેઇડ, અનાજ કરિયાણા, કટલેરી સહિતની વસ્તુના હટાણા શહેરની સાથે ગામડાના લોકો પણ સુરેન્દ્રનગરમાં આવે છે. આથી જ શહેરમાં રેડીમેઇડ કપડાની અંદાજે 350, સાડીની 210, સોનીની 90, કંદોઇની 160થી પણ વધુ દુકાનો આવેલી છે. આ ઉપરાંત કટલેરી, હોજીયરી, ચંપલ, પ્લાસ્ટિકની સાથે ખાણી પીણીની હોટેલો, રેસ્ટોરાં તથા નાસ્તાની દુકાનો મળીને કુલ 2500થી વધુ દુકાનો આવેલી છે. બજારો સંપૂર્ણ રીતે ખુલેલી હોય ત્યારે આ તમામ દુકાનોનું દરરોજનું અંદાજે 1.25 કરોડ જેટલુ ટર્નઓવર થતું હોય છે. જેમાં માત્ર ખાણીપીણીનું જ ટર્નઓવર 24 લાખને આંબી જાય છે.

શહેરના તમામ વેપારીઓ છેલ્લાં બે મહિનાથી લોકડાઉનનો સામનો કરી રહ્યા છે. જોકે સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાને 35 દિવસથી છૂટ આપવામાં આવી હતી. પરંતુ સામાન્ય રીતે અખાત્રીજ સહિતના લગ્નગાળામાં દુકાનો બંધ હતી. આથી સાડી, રેડીમેઇડ, સોની, કંદોઇ સહિતના તમામ વેપારીઓના ધંધામાં 5 ટકાનો ફટકો પડયો છે.

લગ્નમાં પણ માણસોની સંખ્યા મર્યાદિત કરવામાં આવતા સીધી અસર વેપાર ઉપર પડી હતી. ઘણા લોકોએ લગ્ન કેન્સલ પણ કર્યા હતા. આમ સિઝનના ખરા સમયે જ વેપારીઓએ ત્રણ ત્રણ મુસીબતનો સામનો કરવો પડયો હતો. તેમાં પણ ખાસ કરીને ખાણીપીણી અને નાસ્તાના વેપારીઓને અંદાજે 60 ટકાનો ફટકો પડ્યો છે. હવે રેગ્યુલર બજારો ખુલે તેની વેપારીઓ રાહ જોઇને બેઠા છે.

પાર્સલનો ટાઇમ વધારવાથી ધંધામાં ખાસ ફેર નહીં પડે
​​​​​​​ શહેરમાં પાર્સલ લઇને જમનારની સંખ્યા માત્ર 10 ટકા જેટલી છે. મોટાભાગના લોકો હોટેલ, રેસ્ટોરાં કે અન્ય જગ્યાએ જઇને જમવાનું પસંદ કરતા હોય છે. લોકડાઉનમાં પાર્સલનો ધંધો માત્ર 35થી 40 ટકા જ હતો. આમેય રાત્રિના 8 વાગ્યા સુધી પાર્સલ આપી શકતા હતા. હાલ તેનો સમય વધાર્યો છે પણ તેનાથી વેપારીઓને કાઇ ખાસ ફેર પડશે નહીં. > મનીષભાઇ ચાપાનેરી,રેસ્ટોરન્ટના માલિક

માર્કેટમાં નવા માલનાં પાર્સલ ખોલ્યાં જ નથી
લોકડાઉન આવ્યું તે સમયે લગ્નની સિઝન હતી. આ સિઝનમાં વેપાર માટે વેપારીઓએ નવા માલનો સ્ટોક કરીને રાખ્યો હતો. નવો માલ આવ્યા બાદ લગ્નની ખરી સિઝનમાં જ લોકડાઉન આવતા ઘણા વેપારીઓએ નવા માલના પાર્સલ પણ ખોલ્યા નથી.

બેસાડીને જમાડવાની પરવાનગી નથી માટે ફટકો
શહેરમાં ખાસ કરીને રાત્રિના સમયની ખાણી પીણી શહેરની આગવી ઓળખ છે. બહારથી આવતા મહેમાનોને પૂરી-શાક કે પરોઠા-શાક જમાડવા માટે લોકો અચૂક લાવે છે. પરંતુ હાલ બેસીને જમાડવાની પરવાનગી ન હોય આ ખાણી પીણીના વેપારીઓને સૌથી મોટો ફટકો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...