રાહત:શહેરના વોર્ડ નંબર 11ના મુખ્ય રસ્તા રિપેરિંગ કરાતા રાહત

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર ખાડા પડતા રહીશોને હાલાકી ભોગવવી પડતી હતી

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 11ના વિસ્તારના રસ્તા પર ખાડા પડી ગયા હતા. ત્યારે આ રસ્તા પર મેટલીંગ તાસડો નાખીને કામગીરી કરવામાં આવતા રહીશોમાં રાહત થઇ હતી. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના અનેક રહેણાંક વિસ્તારના રસ્તાઓ બિસમાર હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ત્યારે વોર્ડ નંબર 11માં અંદાજે 2 માસ પહેલા ચોમાસા દરમિયાન મેટલીંગ તાસડો નાખવામાં આવી હતી. પરંતુ આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર ખાડા પડી ગણપતિ ફાટસરના રહીશો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરી પડયો હતો. વોર્ડના મા શારદા સોસાયટી, સત્યમપાર્ક અને ભીમનગર વિસ્તારના મેન રોડ ઉપર ખાડા પડી જવાથી અકસ્માતના બનાવો પણ બનતા હતાં.

ત્યારે આ બાબતે વોર્ડ નંબરના સદસ્ય પી. ડી. રાઠોડ તેમજ વોર્ડના એન્જિનિયર રામદેવસિંહ અને કોન્ટ્રાક્ટર મહાવીરસિંહ સ્થળ ઉપર તપાસ કરીને કાર્યવાહી કરી હતી. જેમાં આ મુખ્ય રસ્તાઓ પર ફરીથી મેટિંગ અને તાસડો નાખતા રહીશોમાં રાહત થઈ હતી. અને ટૂંક સમયમાં મેઇન રોડ મંજૂર થઈ ગયો હોવાથી આરસીસી રસ્તો કરી આપવામાં આવશે તેમ વોર્ડના સદસ્યે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...