તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલાથી થોડે દૂર બોરીયાનેશ પાસે કારમાં આવેલા લૂંટારા રિલાયન્સ કંપનીના કર્મચારીને છરી ઝીંકીને રૂ.20 લાખ ભરેલા થેલાની લૂંટ કરીને ભાગી ગયા હતા.માત્ર બે મિનીટમાં જ ગુનાને અંજામ આપીને આરોપી ભાગી ગયા હતા.થાનના મયુરભાઇ ડુંગરભાઇ રાઠોડ ત્રણ વર્ષથી રીલાયન્સ કંપનીમાં કલેશન લઇને બેંકમાં ભરવાનું કામ કરે છે. સોમવારે મયુરભાઇ 11:06 વાગે પેટ્રોલ પંપથી પૈસા લઇને ચોટીલાની બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં જવા ઇકોમાં બેસી રવાના થયા હતા. જેની 2 મિનિટમાં થોડે દૂર મયુરભાઇની કારને આંતરી અન્ય કારમાં આવેલા લૂંટારૂઓ કર્મીના ખભાના ભાગે છરીના ઘા ઝીંકીને રૂપીયા ભરેલો થેલો લઇને ભાગી છુટયા હતા.
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો. ગુનાને અંજામ આપીને આરોપીઓ ચોટીલા તરફ ભાગી ગયા હતા પરંતુ સીસીટીવીમાં કાર જોવા મળી નથી. આથી ગામડાના રસ્તે થઇને આરોપીઓ ભાગી છુટયા હોવાનું માનવામાં આવી રહયુ છે.સામાન્ય દિવસોમાં દરરોજ રૂ.2 થી 3 લાખની કેશ હોય છે.પરંતુ શનિ-રવિની રજા હોય મોટી રકમની કેસ ભરવા માટે યુવાન જતો હતો.સમગ્ર ઘટનામાં કોઇ જાણભેદુ કે અંદરનો માણસ જ હોવાની પોલીસને શંકા છે. આરોપીનું પગેરૂ દબાવવા માટેએલસીબી,ડીવાયએસપી,એસઓજી,ચોટીલા અને મોલડી પોલીસની કુલ 5 ટીમો બનાવી છે.
સમગ્ર લૂંટ કેસમાં શંકા ઉપજાવતા મુદ્દા
મોટી રકમ હતી ત્યારે જ કેમ લૂંટ થઇ
યુવાને કેવી રીતે ખબર પડી કે તેને જ મારવા આવ્યા છે
લૂંટારાઓ સીધા પાછળના દરવાજે જ કેમ ગયા
બનાવના સ્થળથી અડધો કિમી દૂર તંબુ ચોકી
હાઇવે પર જ્યાં બનાવ બન્યો છે તેનાથી એકાદ કિમી દૂર જ તંબુ ચોકી આવેલી છે. આરોપીઓ લૂંટના ગુનાને અંજામ આપીને ભાગી ગયા ત્યારે ચોકી ઉપર 1 પોલીસ અને 3 જીઆરડી ફરજ ઉપર તૈનાત હતા
નાથાભાઇ વિઠલભાઇ બાંભવાના જણાવ્યા પ્રમાણે કાર આડી નાખતાં જ કર્મીએ કહ્યું ઉભી નો રાખો, મને મારવા આવે છે
હું ચોટીલા રાજકોટના પાટા ઉપર ઇકો ગાડી ચલાવું છુ. આજે 11 વાગ્યાના અરસામાં રાજકોટથી ચોટીલા તરફ મુસાફરોને લઇને જતો હતો ત્યારે બોરીયાનેશ પાસેના રિલાયન્સના પેટ્રોલ પંપથી એક યુવાનને ચોટીલા જવા માટે બેસાડયો હતો. હજુ કાર થોડી જ ચલાવી છે ત્યાં કાળા કાચ વાળી સ્વીફટ કારે મારી કારની આગળ ઉભી રાખી દિધી હતી. મે પણ બ્રેક મારી ત્યારે બેઠેલા યુવાને કીધુ હતુ કે ઉભી ન રાખતા મને મારવા માટે જ આવ્યા છે. મારી કાર જાય તેવો રસ્તો ન હતો. સ્વીફટમાંથી 2 યુવાનો ઉતરીને સીધા પાછળ જ ગયા હતા. દરવાજો ખોલીને યુવાનને છરી મારી પૈસા ભરેલો થેલો લૂંટીને જતા રહયા હતા.
હું કાઇ સમજંુ તે પહેલાં તો છરીના ઘા ઝીંકી દીધા
હું બેંકમાં પૈસા ભરવા માટે નિકળ્યો હતો. ઇકો કારમાં પાછળના ભાગે હું બેઠ્યો હતો. અમારી કાર આગળ બીજી કાર ઉભી રહી હતી. 2 જણા મારી બાજુ આવી દરવાજો ખોલીને સીધી છરી જ મારી દિધી અમે કાંઇ કરીએ કે સમજીએ તે પહેલા થેલો લઇ જતા રહ્યાં. - મયુરભાઇ રાઠોડ, ભોગ બનનાર
પોલીસને જાણ કરતાં યુવકે મને પંપે મૂકી જવાનું કીધું
બનાવને નજરે જોનારા ખેડૂતે ઘટના બાદ સ્થળ પર દોડી જઇ કિધુ કે 100 નંબરમાં ફોન કર ત્યારે લોહી નીતરતી હાલમાં ઉભેલા યુવાને કહયુ કે, મને પંપે મુકી જાવ.જેથી તેની પેટ્રોલ પંપ પર લઇ ગયા હતાં.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.