ધોળા દિવસે લાખોની ચોરી:વઢવાણની એકતા સોસાયટીમાં રેકી કરી તસ્કરોએ રૂ. 61 લાખની ચોરી કરી, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાડીનો વેપાર કરતો પરિવાર મોહરમમાં માતમ મનાવવા ગયો અને તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો
  • એક આરોપીને વઢવાણથી અને બીજો આરોપી ભાવનગર નજીકથી ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણની એકતા સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. વેપારીના ઘરમાંથી 61 લાખ રૂપિયાની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ ટુકડીઓ તસ્કરોની શોધખોળ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે એક આરોપીને વઢવાણથી અને બીજાને ભાવનગર નજીકથી ઝડપી લીધા હતા.

પરિવાર બહાર ગયો હતો
સુરેન્દ્રનગરના વઢવાણ એકતા સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમા ધોળા દિવસે ગેરકાયદેસર રીતે બે ઇસમોએ પ્રવેશી અને ત્યારબાદ ઘરમાં તિજોરીમાં પડેલા રૂ. 61 લાખ ઉઠાવી ગયા હતા. હાલની પરિસ્થિતિમાં મોહરમનો મહિનો ચાલતો હોય ત્યારે વોરાજી પરિવાર માતમ મનાવવા માટે વઢવાણ ખાતે આવેલી મસ્જિદે ગયો હતો. જેથી બપોરના સમયે રેકી કરી અને બે ઇસમો ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી રૂપિયા 61 લાખ રોકડની ચોરી કરી હતી.
બે ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો
આ બાબતની જાણકારી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને થતાં તાત્કાલિક ધોરણે બંને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી અને બે ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આગળની તપાસ કામગીરી હાથ ધરી હતી.

પોલીસે અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલી નામચીન સાડીના વેપારીના ઘરે આ બનાવ બનતા વેપારીઓમાં પણ ચીંતા જોવા મળી છે. સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન પાકી મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરના વઢવાણ ભોગાવો નજીક આવેલા ઝૂંપડામાંથી એક ઈસમની અટકાયત કરી હતી.
બંને તસ્કરોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા
​​​​​​​
પોલીસે ઝૂંપડામાંથી છ લાખ જેટલી રોકડ રકમ પણ જપ્ત કરી હતી. તેમજ ઝડપાયેલા ઈશમને કડક પૂછપરછ કરવામાં આવતા અન્ય એક શખ્સ પણ તેની સાથે સંકળાયેલો હોવાનો ખુલાસો થયો હતો અને તે ભાવનગર તરફ ભાગ્યો હોવાનું જાણવા મળતા તાત્કાલિક લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.ડી.ચૌધરી અને વઢવાણ પીએસઆઇ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કામગીરી હાથ ધરી હતી. અંતે વહેલી સવારે મુખ્ય સૂત્રધારની ભાવનગર પાસેથી અટકાયત કરવામા આવી હતી અને તેની પણ કડક પૂછપરછ હાથ ધરી અને રોકડ રકમ જપ્ત લેવામાં આવી છે. પોલીસે બંને તસ્કરોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા.
​​​​​​​ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપ્યો
મોહરમ મહિનો હાલ ચાલી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની એકતા સોસાયટીમા વસવાટ કરતા અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નામચીન સાડીના વેપારી સમગ્ર પરિવાર ઘેર તાળા મારી અને ત્યારબાદ માતમ મનાવવા માટે વઢવાણ પાસે આવેલી મસ્જિદ ખાતે આવ્યો હતો. આ તસ્કરો દ્વારા રેકી ગોઠવી અને ગેર કાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી અને તિજોરીમાં પડેલા 61 લાખ રૂપિયા રોકડ રકમ ઉઠાવી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મામલે હાલની પરિસ્થિતિમાં બે ઇસ્મોની પોલીસ અટકાયત કરી છે.
રોકડ રકમ વોરાજી સમાજના ટ્રસ્ટની હોવાનો પણ ખુલાસો
એક સાથે ઘરમાંથી 61 લાખ રૂપિયાની ચોરીના મામલે પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરી હતી. જે વેપારીના ઘરમાં ચોરી થઈ હતી તેને પણ પોલીસ સ્ટેશન ખાતે પરિવાર સાથે બોલાવવામાં આવ્યો હતો. આ રોકડ રકમ ક્યાંથી ઘરમાં આવી? તે પ્રકારના સવાલો પોલીસ તંત્રએ શરૂ કર્યા હતા. તે સમયે વેપારી પરિવારે જણાવ્યું હતું કે, રોકડ રકમ વોરાજી સમાજના ટ્રસ્ટની છે. ધર્મગુરુ દ્વારા આ રકમ બેંકમાં મૂકવાની ના પાડવામાં આવી હોય અને ધર્મમાં વ્યાજ લેવું દેવું હરામ હોવાના કારણે આ રકમ ઘરમાં રાખી હતી. સમાજના લોક ઉપયોગી કામની આ રકમ હતી.
​​​​​​​સીસીટીવીમાં સામે આવ્યું કે, થેલામાં રોકડ રકમ લઈ અને ચોર જઈ રહ્યો છે. ત્યારે એક સીસીટીવી ફૂટેજના આધારે સામાન્ય ઓળખ મેળવી અને ત્યારબાદ હુમન સોર્સીસના આધારે વઢવાણ ભોગાવો નદીના ઝુંપડામાંથી પોલીસે એક ઈસમની અટકાયત કરી હતી. તેના ઘરની તલાસી લેવામાં આવતા ઘરમાંથી છ લાખ રૂપિયા રોકડા મળી આવ્યાં હતા. જેથી ઝડપાયેલા ઈસમને કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા અને અન્ય ટીમો કામે લગાડ્યા બાદ વહેલી સવારે ભાવનગર નજીકથી મુખ્ય સૂત્રધારને રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધો છે.

ઘટનાક્રમ
​​​​​​​સમય ઘટના

10.30 ઘરને તાળું મારી પરિવાર નમાજ પઢવા ગયો.
3.30 ઘરે આવ્યા તો તાળાં તૂટેલાં જોયાં.
4.00 વઢવાણ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી.
4.20 સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે અભ્યાસ કર્યો.
5.25 આરોપીની ઓળખ થતાં પોલીસે શોધ ચાલુ કરી.
8.15 વઢવાણ પોલીસે મોટા ભાઈને પકડી પૂછપરછ હાથ ધરી.
10.30 ગુનો ડિટેઇડ કરી રૂપિયા રિકવર કર્યા.

જયંતી સાથે બોલાચાલી થતાં વિનોદ ઘરેથી નીકળી ગયો ને રોકડા રૂપિયાની ચોરી કરી
બંને ભાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં વિનોદ રીસાઈને નીકળી ગયો હતો. દરમિયાન બંધ ઘર જોઈને દીવાલ કૂદીને પાછળના બારણાનું તાળું તોડીને ઘરમાં ઘૂસી ચોરી કરી હતી. ત્યાર પછી વિનોદ રૂપિયા ભરેલો થેલો લઈને જયંતી પાસે આવ્યો હતો. તેણે થોડા રૂપિયા માટલામાં ભરી દીધા અને ઝુંપડા પાસે ખાડો ખોદીને માટલું દાટી દીધું હતું. બાકીના થોડા રૂપિયા ઘઉં ભરેલી પેટીમાં સંતાડી દીધા હતા જ્યારે વિનોદ રૂ. 75 હજાર લઈને ભાવનગર જતો રહ્યો હતો.

ફરિયાદમાં બતાવેલા રૂપિયા અંગે શંકા
ફરિયાદીએ ઘરમાંથી રૂ. 61,30,000ની ચોરી થયાનું પોલીસને જણાવ્યું હતું જ્યારે પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં રોકડા રૂ. 35,45,880 સાથે ઝડપી લીધા ત્યારે પૂછપરછમાં ફરિયાદી અને તેમના પરિવારજનો રૂપિયા દુકાનના ધંધાના હોવાનું જણાવી રહ્યા હતા. આટલું જ નહીં તેમની પાસે તેનો હિસાબ પણ ન હોવાનું જણાતાં ચોરાયેલા રૂપિયા અંગે પોલીસને પણ શંકા છે.

અન્ય સમાચારો પણ છે...