તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણ માટે 7 જૂન સુધીનું રજિસ્ટ્રેશન થઇ ગયું : રોજ 5000 લોકોને રસી દેવાનો લક્ષ્યાંક

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એકપણ કેસ કે મોત નહીં, 43 કેન્દ્રો પર શુક્રવારે 6597 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં 18 વર્ષના લોકોને પણ રસી દેવાનો પ્રારંભ કરાતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિણામે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં 6597 લોકોએ રસી લીધી હતી. જેમાં સૌથી વધુ 18 વર્ષના એટલે કે 4000થી વધુ લોકોએ રસી લીધી હતી. બીજી તરફ તા. 7 જૂન સુધીનુ રસી માટે રજીસ્ટ્રેશન થઇ ગયુ હોવાનું ક્લેકટરે જણાવતા આરોગ્ય તંત્ર દ્વારા પણ દરરોજ 5000 જેટલા લોકોને રસી આપવાનો લક્ષ્યાંક સાથે કામગીરી શરૂ કરી છે. બીજી તરફ શુક્રવારે જિલ્લામાં એકપણ કે કેસ મોત થયુ ન હોવાનું તેમજ 18 લોકો સાજાય થયાનું સરકારી ચોપડે નોંધાયુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો કોરોનાગ્રસ્તમાં સપડાયા હતા. ત્યારે આ મહામારીના રક્ષણ સામે લોકો વધુમાં વધુ રસી લે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કે.રાજેશ દ્વારા 18 વર્ષથી ઉમરના લોકોના રસીકરણ કેન્દ્રના નામની જાહેરાત કરી ત્રણ કલાકમાં જ રસીકરણના કેન્દ્રો પર 100 ટકા રસીકરણ રજીસ્ટ્રેશન ફુલ થઇ ગયાનું ટ્વીટ કરી જાણ કરી હતી. આ ઉપરાંત તા. 7 જુન સુધી પણ રસી માટે રજીસ્ટ્રેશન થઇ ગયુ હોવાનું જણાવ્યુ હતુ. પરિણામે જિલ્લાના 18 વર્ષના યુવાધનમાં રસી માટે ભારે ઉત્સાહ તા. 4 જુનને શુક્રવારે જોવા મળ્યો હતો. આ દિવસે સવારના 8 થી સાંજના 7 કલાક દરમિયાન 6597 લોકોએ રસીનો લાભ લેતા તેમાં 4000થી વધુ તો 18 વર્ષના લોકો રસી લીધી હતી. પરિણામે અત્યાર સુધીમાં એક જ દિવસમાં રસીકરણનો આંક સૌથી વધારે નોંધાયો હતો. બીજી તરફ જિલ્લામાં ફુલ તઇ ગયેલા રજીસ્ટ્રેશન સામે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર પ્રસાદે જણાવ્યું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન જિલ્લામાં 5000 લોકોને દરરોજ રસી દેવાનો અમારો લક્ષ્યાંક છે જેના માટે અમારી જુદી જુદી ટીમો કામ કરી રહી છે.

લીંબડી શહેર અને તાલુકાના 18થી 45 વર્ષના યુવાનો માટે 4 જૂને 400 વેક્સિન રસી ઉપલબ્ધ કરાવાઈ હતી. જેમાંથી લીંબડીમાં 170, શિયાણી ગામે 166 એમ કુલ મળી 336 યુવાનોએ વેક્સિન લીધી હતી. લીંબડીમાં સ્ટ્રોંગ ઈમ્યુનીટી ધરાવતા યુવાનોએ વેક્સિનેશન માટે ઉત્ત્સાહ દેખાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...