જેલમાં ફોગીંગ:સુરેન્દ્રનગર સબજેલના કેદીઓના આરોગ્ય બાબતે નગરપાલિકા દ્વારા ફોગીંગ કાર્યવાહી હાથ ધરાઇ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે
  • પાલિકા તંત્ર દ્વારા જેલમાં ફોગિંગ વ્યવસ્થા કરવામાં આવી

સુરેન્દ્રનગર શહેરની સબજેલ ખાતે કેદીઓની આરોગ્યની ખેવના માટે હાલમાં ચોમાસાની સિઝન ચાલુ હોય અને બંદીવાન ભાઈઓ બીમાર ના પડે તે માટે નગરપાલિકા દ્વારા ફોગિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

હાલમાં મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે
સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. અને હાલમાં મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં દર્દીઓથી દવાખાનાઓ પણ ઉભરાઈ રહ્યા છે. અને મોટી મોટી દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે મેલેરિયા અને કોલેરા તેમજ સામાન્ય તાવના દર્દીઓની માત્રા દિન પ્રતિદિન વધી રહી છે.

જેલમાં ફોગિંગ વ્યવસ્થા કરવામાં આવી​​​​​​​
હાલમાં આરોગ્યતંત્ર દ્વારા અમુક જિલ્લાઓને હાઇ રીસ્ક ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ નગરપાલિકાના વનરાજસિંહ ઝાલા દ્વારા સુરેન્દ્રનગર શહેરની સબ જેલ ખાતે કેદીઓ બીમારીમા ના સપડાય અને મચ્છરોથી સુરક્ષિત રહે તે માટે જેલમાં ફોગિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આખી જેલમાં ફોગિંગ કરી અને મચ્છરોનો નાશ થાય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાણીના ટાંકાઓમાં પણ મેલેરિયાની ટીકડીઓ નાખવામાં આવી છે અને જેલ વિભાગમાં પાણીના ટાંકા બંધ રાખવા માટે તેમજ જેલમાં આજુબાજુમાં ક્યાંય પણ પાણી ન ભરાય તેની ખેવના રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...