તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:સુરેન્દ્રનગર ST ડેપોમાં મુસાફર પાસમાં ઘટાડો

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના ઇફેક્ટ : સુરેન્દ્રનગર ST ડેપોમાં મુસાફર પાસમાં ઘટાડો
  • અગાઉ દરરોજના 600થી વધુ પાસ નીકળતા હતા

સુરેન્દ્રનગર ડેપોમાં એક સમયે દરરોજ અંદાજે 600થી વધુ મુસાફરી પાસ નીકળતા હતા. ત્યારે હાલ મહામારી, લોકલ બસો બંધ સહિતના કારણોને લીધે મુસાફરી પાસ માટે મુસાફરોની સંખ્યા સાવ ઘટી જતા એસટી તંત્રને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.સુરેન્દ્રનગર ડેપોમાં 69 બસો સાથે 125 કંડકટર, 132 ડ્રાઇવરો, ધ્રાંગધ્રામાં 41 બસો સાથે 13 કંડકટરો, 79 ડ્રાઇવરો, લીંબડીમાં 37 બસો સાથે 68 કંડકટરો અને 72 ડ્રાઇવરો તેમજ ચોટીલા ડેપોમાં 25 બસો સાથે 44 કંડકટરો અને 43 ડ્રાઇવરો ફરજ બજાવી રહ્યાં છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે 60થી વધુ દિવસો સુધી બંધ રહેલી એસટી બસો ચાલુ કરાઇ હતી.

જેના કારણે એસટીમાં ધીરે ધીરે મુસાફરોની સંખ્યા વધશે તેવી એસટી તંત્રને આશા બંધાણી હતી. પરંતુ મુસાફરો તો ઠીક પણ મુસાફરી પાસ કઢાવવાની સંખ્યામાં પણ સાવ ઘટાડો ધ્યાને આવતા તંત્રને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે સુરેન્દ્રનગર ડેપોમાં સામાન્ય દિવસોમાં દરરોજ 600થી વધુ મુસાફરી પાસ નીકળતા હતા. પરંતુ મહામારી, લોકલ એસટી બસો બંધ તેમજ 75 ટકા મુસાફરોની મર્યાદા સહિતના કારણોને લીધે હાલ આ પાસ માંડ 10 જેટલા નીકળી રહ્યા છે. ત્યારે સેનિટાઇઝન, માસ્ક, ટેમ્પરેચર, એસટી બસોની સીટોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતનું પાલન કરતુ એસટી તંત્ર પણ મુસાફરો મુસાફરી પાસ કઢાવવા આવે તેના પ્રયાસો કરી રહ્યુ છે.

3 મહિનામાં નીકળેલા પાસ
માસ પાસ આવક(રૂ.માં)
સપ્ટેમ્બર 216 1,31,250
ઓકટોબર 227 1,17,440
નવેમ્બર 154 98,750
કુલ 597 3,47,440

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો