તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૈનાબાદ ખાતે વેરના વળામણા:સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા અને ધ્રાંગધ્રા ડીવાયએસપીની હાજરીમાં રબારી અને મુસ્લિમ સમાજના મનદુ:ખનું સુખદ સમાધાન

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૈનાબાદ ખાતે વેરના વળામણા
સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા અને ધ્રાંગધ્રા ડીવાયએસપીની હાજરીમાં રબારી અને મુસ્લિમ સમાજના મનદુ:ખનું સુખદ સમાધાન - Divya Bhaskar
જૈનાબાદ ખાતે વેરના વળામણા સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા અને ધ્રાંગધ્રા ડીવાયએસપીની હાજરીમાં રબારી અને મુસ્લિમ સમાજના મનદુ:ખનું સુખદ સમાધાન
  • વડવાળા મહંત કનીરામ બાપુ અને જૈનાબાદ સ્ટેટ શબ્બીરખાનજીની અધ્યક્ષતામાં સમાધાન સન્માન સમારોહ યોજાયો

પાટડીના જૈનાબાદ મુકામે અગાઉ બે જ્ઞાતિ વચ્ચે વાડા સળગાવવા બાબતમાં વિવાદ થયો હતો. જેના સુખદ સમાધાનરૂપે સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા અને ધ્રાંગધ્રા ડીવાયએસપીની હાજરીમાં અને વડવાળા મહંત કનીરામ બાપુ અને જૈનાબાદ સ્ટેટ શબ્બીરખાનજીની અધ્યક્ષતામાં સમાધાન સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જૈનાબાદ ખાતે વેરના વળામણાની સાથે રબારી અને મુસ્લિમ સમાજના મનદુ:ખનું સુખદ સમાધાન થયું હતુ. પાટડીના જૈનાબાદ મુકામે અગાઉ બે જ્ઞાતિ વચ્ચે વાડા સળગાવવા બાબતમાં વિવાદ થયો હતો. જેમાં રબારી સમાજના કેટલાક વાડાઓ સળગાવવાની સાથે અબોલ જીવોને નુકશાન પહોંચાડવાની ઘટના બાદ પોલિસ ફરીયાદ નોંધાઇ હતી. બાદમાં જૈનાબાદ ગામમાં બંને કોમ વચ્ચે વૈમનસ્ય સર્જાયું હતુ. જેનું સરપંચ સહિત ગામના આગેવાનો અને સરકારી અધિકારીઓ દ્વારા સુખદ સમાધાન કરી મુસ્લિમ યુવાનોની કમિટી બનાવવામાં આવી હતી.

યુવાનો રાત્રીના સમયે પેટ્રોલિંગ કરી ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત જાગીને ગામમાં ભાઈચારો બનાવવાના સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા. જે બાદમાં શાંતિભર્યું વાતાવરણ ઉભું થવા પામ્યુ હતુ. અને અંતે રબારી સમાજના ગાદીપતિ અને વડવાળા જગ્યાના મહંત કનીરામબાપુ અને પાટડીના જૈનાબાદ ખાતે જેનાબાદ રાજવી પરિવારના શબ્બીરખાનજીના અધ્યક્ષ સ્થાને સમાધાન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમા મુસ્લિમ યુવાનોનુ ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

જૈનાબાદ ખાતે યોજાયેલા સન્માન સમારોહ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક - મહેન્દ્ર બગડીયા, સુરેન્દ્રનગર,નાયબ કલેકટર રૂતુરાજસિંહ જાદવ - પ્રાત કચેરી,પાટડી, મામલતદાર કે.એસ.પટેલ, ડી.વાય.એસ.પી. આર.બી.દેવધા, ધ્રાંગધ્રા, કોઠારી મહંત વડવાળા મંદિર દુધરેજ ધામ, જૈનાબાદ રાજવી પરિવારના ધનરાજ મલીક, જૈનાબાદ સરપંચ મહેબૂબ કુરેશી, રબારી સમાજના સુરાભાઇ રબારી અને દાદુભાઇ રબારી સહિત બંને સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી દુશ્મનાવટ અને વૈમનસ્ય દૂર કરી કોમી એકતા અને ભાઇચારા સાથે આગામી દિવસોમાં હળીમળીને રહેવાની ખાતરી સાથે બંને કોમ વચ્ચે સુખદ સમાધાન થયું હતુ.

અન્ય સમાચારો પણ છે...