બદલી:સુરેન્દ્રનગર જિલ્લાના 3 PI, 6 PSIની અરસપરસ બદલી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર સિટી, ધ્રાંગધ્રા સિટી, તાલુકા, થાનગઢ, ધજાળા, ચોટીલા, લીંબડી સ્ટેશનમાંથી બદલી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લાના 3 પીઆઈ, 6 પીએસઆઈની અરસપરસ બદલીઓ કરાઈ હતી. બદલીવાળી જગ્યાએ ફરજ પર હાજર થઇ ચાર્જ સંભાળી લેવાના આદેશો થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 1 નવેમ્બરે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડિયા દ્વારા પોલીસ અધિકારીઓની જાહેર હિતમાં બદલીઓ કરાઈ હતી.

જેમાં સુરેન્દ્રનગર સિટી એ.ડિવીઝનના પીઆઈ વી.વી.ત્રિવેદીની એસઓજી શાખામાં, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એચ.ગોરીને થાનગઢ તેમજ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.એલ.વાઘેલાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઇ હતી.

આ ઉપરાંત થાનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી.મીઠાપરાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન, ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરાને ચોટીલા પોલીસ સ્ટેશન, ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ વી.પી.મલ્હોત્રાને ધજાળા પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એલ.સંખાટને ઝીંઝુવાડા પોલીસ મથક, ચોટીલા પીએસઆઈ એન.એચ.સોલંકીને મહિલા પોલીસ સ્ટેશન તેમજ લીંબડી પીએસઆઈ આઇ.બી.વાઘેલાને સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકે બદલી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...