તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:રતનપરના ખેડૂત ગામડે ગયા ને ઘરમાંથી 32 હજાર રોકડ ચોરાયા, મુખ્ય દરવાજાનું સેન્ટ્રલ લોક તોડી તસ્કરો પ્રવેશ્યા

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એગ્રો એજન્સી ધરાવતા વેપારીની પોલીસ ફરિયાદ

રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અને એગ્રોના માલીક તા. 14ના રોજ ખેતી કામે પત્ની સાથે ગોસળ ગયા હતા. ત્યારે રાત્રીના સમયે તસ્કરોએ બંધ ઘરને નીશાન બનાવ્યુ હતુ. તસ્કરોએ મેઇન ગેટના સેન્ટ્રલ લોકને તોડી અંદર જઇ કબાટમાં રહેલા રૂપિયા 32 હજારની ચોરી કર્યાની ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાઇ છે.

રતનપરની ઇન્દ્રપ્રસ્થ-2ના બ્લોક નં 18માં રહેતા 43 વર્ષીય શંકરભાઇ જગાભાઇ મેર આંબેડકર ચોક પાસે શિવ એગ્રોના નામે વ્યવસાય કરે છે. તા. 14ના રોજ રાત્રે ગોસળ ગામે તેઓને ખેતીનું કામ હોવાથી પત્ની ભારતીબેન સાથે ગોસળ ગયા હતા. જયાં તેમના પત્ની રોકાયા હતા. અને તા. 15ના રોજ શંકરભાઇ મેર સીધા એગ્રોની દુકાને ગયા હતા. ત્યારે સવારના આઠ વાગે તેમના પડોશીએ ફોન તેમના ઘરના દરવાજા ખુલા હોવાની જાણ કરી હતી. આથી શંકરભાઇએ ઘેર જઇ તપાસ કરતા મકાનનો મેઇન દરવાજો ખુલો હતો અને તેનો સેન્ટ્રલ લોક તૂટેલો હતો. જયારે ઘરના રૂમના કબાટમાં સામાન વેરવીખેર હતો અને તેમાં રાખેલા રૂપિયા 32 હજાર હતા નહી. બનાવની જાણ જોરાવરનગર પોલીસને થતા હેમદીપભાઇ મારવણીયા સહિતનાઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. આ બનાવમાં અજાણ્યા શખ્સો સામે શંકરભાઇ મેરે જોરાવરનગર પોલીસ મથકે રૂપિયા 32 હજારની ચોરીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ ટી.ડી.બુડાસણા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...