બાળક પાણીમાં ડૂબી ગયું:વઢવાણમાં પ્રસંગે ગયેલા રતનપરના પરિવારનો અઢી વર્ષના બાળકનું પાણીના ખાડમાં ડૂબી જતાં મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રતનપરમાં રહેતો પરિવાર વઢવાણ શ્રીમંત પ્રસંગે આવ્યો હતો. ત્યારે સગાને ત્યા બેસવા જતા બોરીયા વિસ્તારની ખાડમાં રમતા રમતા અઢી વર્ષનો બાળક પાણીમાં ડૂબી ગયો હતો. બાળકનું મોત થતા તેને સરકારી હોસ્પિટલે લઇ જઇને પીએમ કરાવવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરના રતનપરની અલ્ફા સ્કૂલ પાસે ભાનુભાઈ શુકલની વાડી પાસે સંજયભાઈ હસમુખભાઈ જાદવ પરિવાર સાથે રહે છે. વઢવાણ સતવારાપરા ઉગમણી શેરી નં.4માં રહેતા શ્રીમંતનો પ્રસંગે સંજયભાઇ તેમના પરિવાર સાથે મંગળવારે આવ્યા હતા. ત્યારે સંજયભાઈનો અઢી વર્ષનો માનવ રમતા રમતા બપોરના 2.15 સમયના ગાળામાં ચાલ્યો ગયો હતો.

જેને લોકોએ શેરી-ગલીઓમાં શોધખોળ કરી હતી. બનાવની જાણ વઢવાણ પોલીસને કરાતા પીએસઆઈ ડી.ડી. ચુડાસમા સહિતના સ્ટાફે બાળકની શોધખોળ આદરી હતી. આ વિસ્તારમાં આવેલી બોરીયા ખાડ વિસ્તારમાં માનવે તેની બહેનના પહેરેલા ચપલ ધ્યાને આવતા બોરીયા વિસ્તારના બા‌વળો અને પાણી ભરેલી ખાડમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે અંદાજે અઢીથી ત્રણ કલાક બાદ માનવની લાશ પાણીમાં તરતી દેખાઈ હતી. મૃત હાલતમાં માનવને વઢવાણની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...