તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:અજાણ્યા યુવકો રાત્રે હેરાન કરતા હોવાની રાવ, વાલીઓનો હોબાળો

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વઢવાણ વિકાસ વિદ્યાલયની હોસ્ટલનો બનાવ
 • આવુ કંઇ છે નહી, વાલીઓ સાથે આજે બેઠક બોલાવી પ્રશ્નોનું નિવારણ કરાશે : માનદ સેક્રેટરી

વઢવાણ વિકાસ વિદ્યાલયની હોસ્ટલેમાં મોટી સંખ્યામાં બાળા રહે છે. ત્યારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો પ્રવેશ કરીને હેરાન કરતા હોવાની રાવ સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

વઢવાણ વિકાસ વિદ્યાલયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે આવે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં રહીને પણ વિદ્યાર્થિનીઓ રહે છે. ત્યારે રાત્રિના સમયે હોસ્ટેલમાં પ્રવેશ કરીને અજાણ્યા યુવકો હેરાન કરતા હોવાની રાવ સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. અને બાળાઓની સલામતીને લઇને રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે એકાએક વિદ્યાર્થિનીઓ અને વાલીઓના ટોળાઓ એકઠા થઇ ગયા હતા. વાલીઓએ જણાવ્યું હતુ કે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોનો ત્રાસ વધતા વિદ્યાર્થિનીઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે. આથી આ બાબતની ગંભીરતા લઇને યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

બીજી તરફ વિકાસ વિદ્યાલયના માનદ સેક્રેટરી બી.સી.રાણાએ જણાવ્યું હતું કે, આવી કંઇ છે નહી, હાલમાં પણ દિવસ એક તેમજ રાત્રિના સમયે બે સિક્યુરટીગાર્ડ ફરજ બજાવી રહ્યા છે. અને હોસ્ટેલમાં સરંક્ષણ દિવાલોની પણ સુરક્ષા છે જેથી અહીં કોઇ માણસ પ્રવેશી શકે તેવી સ્થિતિ નથી. તેમ છતા વાલીઓમાં જે ગેરસમજ થઇ છે તેમજ બાળાઓના પ્રશ્નોને લઇને સોમવારે તેમની સાથે બેઠક યોજીને તપાસ સાથે પ્રશ્નોનું નિવારણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો