સમસ્યા:ફિરદોષ સોસાયટી વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોના ત્રાસની રાવ

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા યોજાયેલા સમારોહમાં વિસ્તારની મહિલાઓ, યુવાનો રજૂઆત કરવા દોડી આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના રહેણાંક વિસ્તારોમાં દારૂ-જુગારની બદ્દીથી સહિતની લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. 15 નવેમ્બરે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ નામકરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી તેમજ પાલિકા તંત્રને ફિરદોષ સોસયાટી વિસ્તારમાં કે જ્યાં સરકારે મકાનો ફાળવેલા છે તેવા વિસ્તારની મહિલાઓ અને યુવાનોએ જણાવ્યું કે, ફિરદોષ સોસાયટી વિસ્તાર કે જ્યાં સરકારે ફ્લેટ ફાળવેલા છે તે વિસ્તારમાં સાંજ પડે ત્યારે દારૂ-જુગારના અડ્ડા જામે છે, આવારા તત્વો ફરતા હોવાથી બહેન-દીકરીઓ ઘરની બહાર નીકળી શકતા નથી.

આ વિસ્તારમાં અંદાજે 300થી ‌વધુ પરિવારો રહે છે પણ કોઇ સગવડતા નથી. પાલિકામાં, પોલીસતંત્રમાં રજૂઆત છતાં કોઇ સાંભળતુ નથી. કોઇ અમારી જવાબદારી લેવા તૈયાર નથી. પાણી, ગટર સહિતની અસુવિધાઓ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...