ફરિયાદ:ધાંધલપુરમાં રહેણાક પ્લોટની હરાજીમાં ભ્રષ્ટાચારની રાવ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે રહેણાંક પ્લોટની હરરાજીમાં ભ્રષ્ટ્રાચાર કરાયો હોવાની રાવ સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં કુલ 13 પ્લોટની ફાળવણીમાં ગેરરીતિ કરી હરરાજી કરતા નીચા ભાવે પ્લોટ આપી પંચાયતને રૂ. 7 લાખથી વધુનું નુકસાન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે. અને આ અંગે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ધાંધલુપર ગામે પંચાયત દ્વારા રહેણાંક હેતુ માટેના પ્લોટની 19 ઓગસ્ટના રોજ હરરાજી કરવામાં આવી હતી. જેમાં અંદાજે 100થી વધુ પ્લોટની હરરાજી કરવામાં આવી હતી. પરંતુ તે પૈકી 13 પ્લોટની હરરાજીમાં ગેરરીતિ કરી નીચા ભાવે પ્લોટ આપી દીધા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ભાનુબેન વિજયભાઇ સાકરિયાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે તલાટી, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા હરરાજી કરતા ઓછી કિંમતે 13 વ્યક્તિઓને પ્લોટ નીચી કિંમતે ફાળવી દઇ છુપો ભ્રષ્ટ્રાચાર કરી પંચાયતે અંદાજે રૂ. 7 લાખથી વધુનુ આર્થિક નુકસાન કરાયું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 13 વ્યક્તિઓને પ્લોટ નીચી કંમતે ફાળવી દઈ ભ્રષ્ટાચાર કરાયો છે. તેની યોગ્ય તપાસ કરી જવાબદાર કર્મચારીઓ અને આગેવાનો સામે કડક કાર્યવાહી કરી પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...