ફરિયાદ:થાન પાલિકાપ્રમુખના વોર્ડમાં જ RCC રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાની રાવ

થાન7 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢના વોર્ડનં.5માં  RCC રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાની રજૂઆતે. - Divya Bhaskar
થાનગઢના વોર્ડનં.5માં RCC રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાની રજૂઆતે.
  • કૉંગ્રેસી આગેવાનોએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી
  • મહિનામાં જ રોડની કાંકરી ઉખડવા લાગી : વિજિલન્સ તપાસની માગ કરાઈ

થાનગઢમાં પાલિકાપ્રમુખના વોર્ડ નં. 5માં જ આરસીસી રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયાનું બહાર આવ્યું છે. કામમાં ગેરરીતિના આક્ષેપ સાથે કૉંગ્રેસી આગેવાનોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી, જેમાં 7 લાખના ખર્ચે રોડનું કામ કરાયું હોવા છતાં 1 માસમાં જ કાંકરી ઉખડવા લાગી અને બિસમાર હાલતમાં છે. આથી વિજિલન્સ તપાસ કરવાની માંગ કરાઈ હતી.થાનગઢ કૉંગ્રેસ પ્રમુખ મંગળુભાઈ ભગત, મહામંત્રી બાબુભાઈ પારઘી, બાપાલાલા ઝાલાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી, જેમાં થાનગઢ વિસ્તારના વોર્ડ-5માં નગરપાલિકાના પ્રમુખના વોર્ડ છે જ્યાં આરસીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો છે.

થાનની સાકરિયા શેરીમાં પાલિકા પ્રમુખનો વોર્ડ છે, જેમાં એક માસ પહેલાં જ 7 લાખના ખર્ચે બનાવાયેલા રોડમાં કાકરા ઉખળવા માંડ્યા છે. નગરપાલિકાએ આરસીસી રોડ બનાવ્યો છે પણ ટેન્ડરના નિયમ મુજબ કામગીરી ન કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ટેન્ડર મુજબ કામગીરી કરનારી એજન્સી સામે વિજિલન્સ તપાસ હાથ ધરવા અને ભષ્ટાચાર ધારા હેઠળ પોલીસ ફરિયાદ કરી અને આયોજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવાની માંગ કરી છે. રજૂઆતના 15 દિવસમાં એજન્સી સામે ભષ્ટાચાર ધારા હેઠળ ફરિયાદ દાખલ નહીં થાય તો થાનગઢ વોર્ડ-5ની જનતાના હિતમાં નાછૂટકે કોર્ટમાં અને નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરાવવાની ચીમકી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...