તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગરમાં આવેલી સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં અંદાજે 200 થી વધુ નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. આ કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવ્યું છે. નર્સિંગ સ્ટાફ દ્વારા અગાઉ 5 જાન્યુઆરી અને 22 જાન્યુઆરીના રોજ લેખીત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઇ ઉકેલ ન આવતા હોસ્પિટલ પ્રાંગણમાં આવેલી અલગ અલગ ઓફીસો સામે બેસી રામધુન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેમજ હોસ્પિટલના માનદ મંત્રીને લેખીત રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમારી માંગણીઓ પુરી કરવા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવામાં આવે છે તેમજ લેખીત અને મૌખીક અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ જ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો નથી. ત્યારે આપના હ્રદયમાં રામ પ્રગટે અને અમારી માંગણીઓ સંતોષવા માટે રામધુન કરી શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને અમારી માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમારી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.