તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાજ્ય કૌભાંડ:મોરબીમાંથી ઝડપાયેલા રેમડેસિવીર ઈન્જેક્શનના કૌભાંડના તાર મધ્યપ્રદેશ સુધી લંબાયા, MPમાં પધરાવ્યા હતા 1000 નકલી ઈન્જેક્શન

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીમાંથી ઝડપાયેલા રેમડેસિવીર ઈન્જેક્શનના કૌભાંડના તાર મધ્યપ્રદેશ સુધી લંબાયા, MPમાં પધરાવ્યા હતા 1000 નકલી ઈન્જેક્શન - Divya Bhaskar
મોરબીમાંથી ઝડપાયેલા રેમડેસિવીર ઈન્જેક્શનના કૌભાંડના તાર મધ્યપ્રદેશ સુધી લંબાયા, MPમાં પધરાવ્યા હતા 1000 નકલી ઈન્જેક્શન
  • MPમાં પણ નકલી રેમડેસિવીર ઈન્જેકશ પધરાવ્યાનું ખૂલતા 3ની ધરપકડ

મોરબી પોલીસે નકલી રેમડીસીવર ઇન્જેક્સનો વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થતા એક પછી એક આરોપીઓની ધરપકડ દૌર ચાલી રહ્યો છે. આ નકલી રેમડીસીવર ઇન્જેક્શનોનું નેટવર્ક હવે આંતરરાજ્ય સ્તરે પણ ફેલાયેલું હોવાનું બહાર આવ્યું છે. જેમાં મધ્યપ્રદેશમાં પણ નકલી રેમડીસીવર વેચ્યા હોવાનું ખુલતા આ ઇન્જેક્શનો લેનારા વધુ ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા છે.

મોરબી પોલીસે નકલી રેમડીસીવર કૌભાંડમાં અત્યાર સુધીમાં 18 આરોપીઓને ઝડપી લીધા છે. જેમાંથી 10 જેટલા આરોપીઓ જુદાજુદા દિવસના રિમાન્ડ ઉપર હોય પોલીસે આ આરોપીઓની નકલી રેમડીસીવર ઇન્જેક્શનોનું હજુ ક્યાં ક્યાં નેટવર્ક ફેલાયેલું છે તે અંગે સઘન પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ મધ્યપ્રદેશમાં પણ નકલી રેમડીસીવર વેચી દીધા હોવાની કબૂલાત આપી હતી. આથી, પોલીસે આ આરોપીઓ પાસેથી મધ્યપ્રદેશમાં કોણે-કોણે નકલી રેમડીસીવર લીધા તે અંગેની માહિતી મેળવીને પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અને નકલી રેમડીસીવર વેંચાતા લેનાર મધ્યપ્રદેશના સુનિલ મિશ્રા, કુલદીપ કાબલિયા, તપન જૈનને ઝડપી લીધા હતા.

આ ત્રણેય આરોપીઓ સુરતના કૌશલ વોરા પાસેથી એક હજાર જેટલા નકલી ઇન્જેકશનો વેંચાતા લીધા હતા અને મધ્યપ્રદેશમાં વેચી નાખ્યા હતા. ગઈકાલે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરતા કોર્ટે તા. 16 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જો કે આ ત્રણેય આરોપીઓએ મધ્યપ્રદેશમાં કોને કોને ઇજકેશનો વેચ્યા હતા, તે અંગે હાલ મોરબી પોલીસની ટીમ મધ્યપ્રદેશમાં તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...