ફાયર દિવસની ઉજવણી:શહેરના મુખ્ય માર્ગો પર રેલી નીકળી, 14 એપ્રિલથી શરૂ થતા અગ્નિ સેવા અઠવાડિયાની ઉજવણીનો પ્રારંભ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ફાયર વિભાગ ટીમે ફાયર દિવસ નિમિત્તે રેલીનું આયોજન કર્યું હતું. - Divya Bhaskar
સુરેન્દ્રનગર ફાયર વિભાગ ટીમે ફાયર દિવસ નિમિત્તે રેલીનું આયોજન કર્યું હતું.

સુરેન્દ્રગનરમાં ફાયર દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પાલિકાથી પ્રસ્થાન કરાવવમાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ લોકોમાં આગના બનાવ અટકાવવા શું કરવા અંગે સમજ અપાઇ હતી. આ સાથે 1 સપ્તાહ સુધી ચાલનાર અગ્નિસેવા અઠવાડિયાની ઉજવણીનો પ્રારંભ પણ કરાયો હતો.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા ફાયર વિભાગ દ્વારા તા.14 એપ્રિલ ફાયર દિવસથી અગ્નિસેવા વીકની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આથી 1 સપ્તાહ સુધી આગના બનાવો બનવાના કારણ, આગના બનાવો અટકાવવા માટે શું કરવું, આગના બનાવો બને તે સમયે રેસક્યુ કેમ કરવું સહિતના કાર્યક્રમ યોજી શહેરીજનોને સમજ આપવામાં આવનાર છે.

તા.14 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર ફાયર વિભાગ દ્વારા 14 એપ્રિલ 2022ના રોજ ફાયર દિનની ઉજવણીના ભાગરૂપે મુખ્ય ફાયર સ્ટેશનથી રેલીનું આયોજન કરાયું હતું.જેને પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, ઉપપ્રમુખ ઝંખનાબેન ચાંપાનેરી, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, ગેરેજ સમિતિ ચેરમેન રમીલાબેન કાલિયા, ફાયર ઓફિસર સીઓ સાગર ભાઇ રાડિયાના હસ્તે લીલી ઝંડી અપાઇ હતી.

આથી ગેરેજ સુપરિન્ટેન્ડેન્ટ મનોજભાઇ વ્યાસ, ઓફિસર દેવાંગભાઇ દૂધરેજિયાની આગેવાનીમાં ફાયર ફાઇટર સાથે ફાયર વિભાગના કર્મચારીઓની ટીમ જોડાઇ હતી. જે અલંકાર સિનેમા ઓવરબ્રિજ, ભક્તીનંદન સર્કલ, ઉપાસના સર્કલ, ગેબનશાપીર, ધોળીપોળ વઢવાણ ઝોન ફાયર સ્ટેશન થઇ જોરાવરનગર થઇ સુરેન્દ્રનગર ફાયર સ્ટેશન પરત ફરી હતી. તે દરમિયાન લોકોને આગના બનાવો વખતે શું કરવુ અંગે સમજ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...