બિનહરિફ:સુરેન્દ્રનગર વકીલ મંડળની યોજાનારી ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે એક જ ફોર્મ ભરાતા રાજશ્રીબેન ત્રિવેદી બિનહરીફ થયા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં વકીલ મંડળની ચૂંટણીમાં મહિલા ઉપપ્રમુખ બિનહરીફ બન્યા છે. તા. 9ના રોજ ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ અંતિમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયુ છે. ત્યારે આગામી વર્ષ 2023 માટેના હોદ્દેદારોની ચૂંટણી તા. 16 ડીસેમ્બરના રોજ જાહેર થઈ છે. જેમાં તા. 9ના રોજ ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ અંતિમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયુ હતુ. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી માટે 2 ઉમેદવારો સામ-સામે ચૂંટણી લડી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર વકીલ મંડળમાં મહિલા ઉપપ્રમુખ માટે એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા તેઓ બિનહરીફ થયા છે.

ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ 2023 માટેના વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીની જાહેરાતો કરી દેવાઈ છે. ત્યારે સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી તા. 16 ડીસેમ્બરના રોજ યોજાનારી છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની દર વર્ષે યોજાતી ચૂંટણી ભારે રસાકસીભરી રહેતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૂંટણી જાહેર થતા અત્યારથી જ ઉમેદવારો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે કે.કે.રામાનુજ અને સહચૂંટણી અધિકારી તરીકે દેવેન્દ્રસીંહ રાણાને મુકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળમાં અંદાજે 400 આસપાસ વકીલો નોંધાયેલા છે. આ વકીલો તા. 16 ડીસેમ્બરના રોજ વર્ષ 2023 માટેના હોદેદારો નક્કી કરવા મતદાન કરનાર છે.

વકીલ મંડળની ચૂંટણીમાં મહીલા ઉપપ્રમુખ તરીકે રાજશ્રીબેન ત્રિવેદીનું એક જ ફોર્મ આવતા તેઓ બિનહરીફ થયા છે. બીજી તરફ ફોર્મ પાછા ખેંચવાની તારીખ 9 ડીસેમ્બર બાદ અંતિમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ હતુ. જેમાં મહીલા ઉપપ્રમુખ સિવાયના 4 હોદ્દા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી માટે 2-2 ઉમેદવારો મેદાને છે. વકીલ મંડળની ચૂંટણીમાં આગામી તા. 16 ડીસેમ્બરના રોજ સવારે 11થી સાંજના 4 કલાક સુધી મતદાનની કાર્યવાહી ચાલશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...